કોરોનાના કારણે કર્ફ્યુ : રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કર્ફ્યુની વિચારણા, સાંજ સુધીમાં નિર્ણય.

0
4

અમદાવાદમાં 57 કલાકનું આજથી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે ત્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આજ સાંજ સુધીમાં કર્ફ્યુને લઈને નિર્ણય લેવાઈ શકે છે. આ શહેરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર આ બાબતે મીડિયામાં નિવેદન આપ્યા હતા. દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાઈરસના કેસો વધવાથી લોકોમાં લોકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો. તેમજ અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરાયા બાદ લોકોમાં હવે લોકડાઉન આવશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.