સુરત : શહેરના પાંચ વિસ્તારમાં 22મી સુધી કર્ફ્યુ જાહેર, પોઝિટિવ કેસનો આંક 85 થયો

0
5

સુરત. શહેરમાં આજે વધુ 22 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને પગલે સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 85( જિલ્લાના 2 દર્દી સહીત) પર પહોંચી ગઈ છે.વધુ કેસ કોમ્યુનિટી સેમ્પલના રિપોર્ટમાં સામે આવ્યા છે. કોમ્યુનિટી સેમ્પલમાં ઉમરવાડા, રાંદેર,માનદરવાજાના દર્દીઓનો સમાવેશ થાય છે. આજના 22 કેસમાંથી 14 કેસ માનદરવાજા ટેનામેન્ટમાંથી સામે આવ્યા છે.સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા પાંચ વિસ્તારમાં કર્ફ્યુ 22મી સુધી જાહેર કરવામાં આવ્યું છે.

આ વિસ્તારમાં કર્ફ્યુ રહેશે

સુરત શહેરના જે પોલીસમથકોના વિસ્તારમાં કરફયુનો અમલ થવાનો છે તેમાં સલાબતપુરા પોલીસમથક, મહિધરપુરા પોલીસમથક, લાલગેટ પોલીસમથક, અઠવા પોલીસમથક અને લિંબાયત પોલીસમથકના કમરૂનગર પોલીસમથક વિસ્તારમાં કર્ફયુ રહેશે. કર્ફયુના આ દિવસો દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, દવાઓ, કરિયાણુ વગેરેની ખરીદી માટે બપોરે ૧ થી ૪ ના સમયમાં માત્ર મહિલાઓ માટે કર્ફયુમુકિત આપવામાં આવશે

શ્રમિકો ફરી રસ્તા પર ઉતર્યા

છેલ્લા ત્રણેક દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કામદારો વતન જવા અને ભોજનની માંગ સાથે ધમપછાડા કરી રહ્યાં છે. કામદારોએ આજે ઉધના વિસ્તારમાં વતન અને ભોજન માટે રસ્તા પર ઉતરીને માંગ કરી હતી. બીજી તરફ પાંડેસરા વિસ્તારમાં મીલ માલિકો દ્વારા પગાર-ખર્ચી ન અપાતી હોવાનું કહીને કામદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે બન્ને જગ્યાએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો છે.

સેન્ટ્રલ અને લિંબાયત ઝોન હોટ સ્પોટ બની રહ્યા છે

રાંદેર બાદ હવે સેન્ટ્રલ અને લિંબાયત ઝોન વધારે હોટ સ્પોટ તરીકે ઉભરી આવ્યા છે. માનદરવાજા ટેનામેન્ટમાંથી જ 14 કેસ મળ્યા છે, સેન્ટ્રલ ઝોનમાં પણ કેસ વધારે છે. રાંદેરમાં પહેલા કરતાં હવે પોઝિટિવ કેસનો રેશિયો ઓછો થયો છે. સેન્ટ્રલ અને લિંબાયત ઝોન હોટ સ્પોટ એરિયા બની રહ્યું હોવાનું મ્યુ. કમિશનરે જણાવ્યું હતું.

વધુ 22 કેસ સામે આવ્યા

 • હરીશચંદ્ર નટવરલાલ રાણા(ઉ.વ.આ.50)માનદરવાજા ટેનામેન્ટ
 • સબનમ અબ્દુલભાઈ (ઉ.વ.આ.27)મીઠિખાડી આઝાદનગર
 • અંજલી મહેન્દ્ર જૈસ્વાલ(ઉ.વ.આ.17)મીઠિખાડી આઝાદનગર
 • શેહઝાદ સમસૂદ્દીન(ઉ.વ.આ.22)સૈયદપુરા,સોસા મહોલ્લો
 • પ્રિયાંશી અનિલકુમાર રાણા(ઉ.વ.આ.20)ધામલવાડ
 • સહિસ્તાબેન હમિદ શેખ(ઉ.વ.આ.20)રૂસ્તમપુરા અકબર સાહિદનો ટેકરો
 • કુસૂમ શઆંતિલાલ ટાનાવાલા(ઉ.વ.આ.72)ધામલવાડ
 • સોડ્ડમ હુસ્સેન (ઉ.વ.આ.20)સૈયદપુરા ઈસાદી મસ્જિદની બાજુમાં
 • ઈન્દુબેન મતીયાલા(ઉ.વ.આ.63)માનદરવાજા ટેનામેન્ટ
 • કલ્યાણી જયેશ રાણા(ઉ.વ.આ.38)માનદરવાજા ટેનામેન્ટ
 • નિરૂબેન રાણા(ઉ.વ.આ.60)માન દરવાજા ટેનામેન્ટ
 • મનસૂખ રાણા(ઉ.વ.આ.60)માનદરવાજા ટેનામેન્ટ
 • ઉષા રાણા (ઉ.વ.આ.52)માનદરવાજા ટેનામેન્ટ
 • મનુબેન ભગવાનભાઈ (ઉ.વ.આ.42)માનદરવાજા ટેનામેન્ટ
 • હંસાબેન કિનારીવાલા (ઉ.વ.આ.68)માનદરવાજા ટેનામેન્ટ
 • સરીજબેન મહેશભાઈ (ઉ.વ.આ.50)માનદરવાજા ટેનામેન્ટ
 • અલ્પાબેન રાણા(ઉ.વ.આ.28)માનદરવાજા ટેનામેન્ટ
 • સરસ્વતીબેન નાનુભાઈ (ઉ.વ.આ.74)માનદરવાજા ટેનામેન્ટ
 • રમેશ રાણા (ઉ.વ.આ.54)માનદરવાજા ટેનામેન્ટ
 • સુશાંત સહદેવ (ઉ.વ.આ.27)માનદરવાજા ટેનામેન્ટ
 • જીતુપ્રધાન (ઉ.વ.આ.27)માનદરવાજા ટેનામેન્ટ
 • ક્રિસ્ટીના કન્દુલના મુરમુર (ઉ.વ.આ.27)માનદરવાજા ટેનામેન્ટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here