કોરોના સુરત : વધુ એક મહિલાનું મોત, પાંચ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં કર્ફ્યુ ઉઠાવી લેવાયો

0
7

સુરત. સુરતમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. નવા કેસ સામે આવતા અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લા મળી કુલ પોઝિટિવની સંખ્યા 554 પર પહોંચી ગઈ છે. જ્યારે ગત રોજ જિલ્લામાં એક પણ કેસ ન નોંધાતા થોડી રાહત થઈ છે. આજે વધુ 1 મહિલા દર્દીનું મોત નિપજતા કુલ મૃત્યુ આંક 14 પર પહોંચ્યો છે. જ્યારે સુરત શહેર અને જિલ્લા મળી અત્યાર સુધીમાં 17 લોકોને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે. દરમિયાન આજે સવારે 6 વાગ્યાથી સુરત શહેરના પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવ્યો છે.

વધુ એકનું મોત

નાનપુરા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય સવિતાબેન વિજયકુમાર નાગરને 21મીના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને ડાયાબિટીસ અને ડાયપરટેન્શનની તકલીફ હતી. જેનું સારવાર દરમિયાન વહેલી સવારે મોત નીપજ્યું હતું.

આઇટી વિભાગના ટેક્ષ આસિસ્ટન્ટનો રિપોર્ટ પણ પોઝિટિવ

સુરતના આઇટી વિભાગની કચેરીમાં કામ કરતા વિજય વીરેન્દ્ર પ્રસાદ નામના કર્મચારીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.વિજય 31મી માર્ચ સુધી નોકરીએ ગયા હતા.વિજય ટેક્સ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે અને પાલનપૂર પાટિયા વિસ્તારમાં રહે છે.

એક શંકાસ્પદનું મોત, રિપોર્ટ નેગેટિવ આવ્યો

સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના શંકાસ્પદ દર્દીનું પણ મોત થયું હતું. જોકે તેમના મોત બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મધુસૂદન બાબુભાઈ લંકાપતી(64) છેલ્લા બે દિવસથી તાવ અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા હતા. બુધવારે શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ સિવિલમાં દાખલ કરાયા હતા. જ્યાં રિપોર્ટ આવે તે પહેલા જ બુધવારે રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. જોકે ત્યાર બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here