ચીખલીમાં ચોરીકેસના બે શંકાસ્પદ આરોપીએ કસ્ટોડિયલ ડેથ કરી

0
4

ચીખલી પોલીસ સ્ટેશનમાં મિલકત સંબંધી ગુનામાં શંકાને આધારે પૂછપરછ માટે લાવવામાં આવેલા બે શંકસ્પદ આરોપીએ પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં સમગ્ર મામલે પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

ચીખલી પોલીસે ડાંગ જિલ્લાના અને વઘઇ તાલુકાના બે આરોપીને મિલકત સંબંધી ગુનાને લઈ ચીખલી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ અર્થે લાવી હતી. એ અંતર્ગત 19 વર્ષીય સુનીલ પવાર અને રવિ જાદવે સવારના પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચીખલી પોલીસ સ્ટેશન સહિત સમગ્ર જિલ્લા પોલીસ દોડતી થઇ હતી.

સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ.
સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ.

પોલીસ સ્ટેશનમાં જ આત્મહત્યા કરતાં પોલીસ પર અનેક સવાલો
આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના બનાવો સામે પોલીસ શું કરી રહી હતી અને કોઈનું ધ્યાન કેમ ન ગયું એને લઈને પણ સવાલો ઊભા થયા છે. માત્ર મિલકત સંબંધી ગુનાને લઈને શકમંદ આરોપી કઈ રીતે આત્મહત્યા કરી શકે એને લઈને પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે.

ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ
ઘટના રૂમમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. અધિકારીઓ દ્વારા પોલીસ કામગીરીની બહાનું બનાવી મીડિયાને પ્રવેશતા અટકાવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ જિલ્લા પોલીસવડા, નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક સહિત ડેપ્યુટી કલેક્ટર ચીખલી પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

પોલીસની કામગીરી પર અનેક સવાલો.
પોલીસની કામગીરી પર અનેક સવાલો.

સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યે આત્મહત્યા કરી
આ સમગ્ર મામલે નાયબ જિલ્લા પોલીસ અધીક્ષક એસ.જી. રાણાએ જણાવ્યું હતું કે વઘઇ તાલુકાના બે શકમંદ આરોપી આજે સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યે અંતર્ગત પોલીસ સ્ટેશનમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતાં આ મામલે મને તપાસ સોંપવામાં આવી છે અને આરોપીઓએ કેમ આ પ્રકારનું કૃત્ય કર્યું એને લઈને તપાસ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here