ટેરિફ પ્લાન : એરટેલ અને વોડાફોનના ગ્રાહકોને હવે 169 અને 199 રૂપિયાના પ્લાનની સુવિધા નહીં મળે

0
29

ગેજેટ ડેસ્કઃ વોડાફોન-આઈડિયા અને એરટેલ ટેલિકોમ કંપનીએ 3 ડિસેમ્બર રાતથી નવા પ્લાન લાગુ કર્યા છે. આ નવા પ્લાન 40થી 50% મોંઘા છે. આ બંને કંપનીઓએ તેના પોપ્યુલર 169 અને 199 રૂપિયાના પ્લાનને બંધ કર્યા છે. 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમા 1GB/1.5GB ડેટા પ્રતિદિવસ, 100 SMS પ્રતિદિવસ અને અનલિમિટેડ કોલની સુવિધા મળતી હતી.

એરટેલ

એરટેલ કંપનીના અગાઉ 169 અને 199 રૂપિયાના પ્લાનનાં બેનિફિટ મેળવવા માટે હવે ગ્રાહકોએ 248 રૂપિયા ચૂકવવા પડશે. આ નવા પ્લાનમાં 1.5GB ડેટા પ્રતિદિવસ અને 100 SMS પ્રતિદિવસ મળશે. એરટેલ ટુ એરટેલ કોલ અનલિમિટેડ કોલ અને અન્ય નેટવર્ક પર 1000 FUP મિનિટ મળશે. ફ્રી મિનિટ પૂરી થયા બાદ ગ્રાહકોએ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 6 પૈસા પ્રતિમિનિટનો ચાર્જ ચૂકવવો પડશે.

વોડાફોન-આઈડિયા
વોડાફોન-આઈડિયાના ગ્રાહકોને પહેલાં 169 અને 199 રૂપિયાના પ્લાનની સુવિધા માટે હવે 249 રૂપિયા આપવાના રહેશે. 28 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમા 1.5GB ડેટા, 100SMS પ્રતિદિવસ કંપની ટુ કંપની અનલિમિટેડ કોલની સુવિધા મળશે. અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 FUP મિનિટ મળશે. ફ્રી મિનિટ પૂરી થયા બાદ ગ્રાહકોએ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 6 પૈસા પ્રતિમિનિટનો ચાર્જ ચૂકવવાનો રહેશે.

વોડાફોન-આઈડિયાના 169 અને 199 રૂપિયાના પ્લાનમાં ક્રમશઃ 1GB અને 1.5GB ડેટા પ્રતિ દિવસની સુવિધા આપવામાં આવતી હતી. બંને પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ અને 100SMS પ્રતિદિવસની સુવિધા હતી.