JIOનાં ગ્રાહકો મેળવી શકે છે થાઇલેન્ડ જવાની તક, જાણો કેવી રીતે

0
27

મુંબઈ : રિલાયન્સ જિયો (Reliance Jio) ગ્રાહકોને થાઇલેન્ડ ટ્રિપ પર જવાની તક આપી રહ્યાં છે. જે માટે તેમને એક નાનકડી ક્રિએટીવ ચેલેન્જ પુરી કરવાની રહેશે. કંપનીએ સ્નેપચેટ ઇન્ક (Snapchat Inc)એ મળીને યૂઝર્સ માટે એક ક્રિએટિવ ચેલેન્જ ‘Jio’s Got Talent’ લૉન્ચ કરી છે. આ ભારતની પહેલી 10 સેકન્ડવાળી ક્રિએટિવ ચેલેન્જ (creative challenge) છે. તેમાં જીતનારાને થાઈલેન્ડ (Thailand trip) જવાની તક આપવામાં આવી રહી છે. આ ચેલેન્જ દ્વારા સ્નેપચેટ યૂઝર્સ મજેદાર અને ક્રિએટિવ રીતે પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કરી શકે છે.

આ ચેલેન્જમાં ભાગ લેવા માટે યૂઝર્સને સ્નેપચેટ પર Jio’s Got Talent લેન્સનો ઉપયોગ કરીને 10 સેકન્ડનો વીડિયો રેકોર્ડ કરવાનો રહેશે. જેમાં તે પોતાનું ટેલેન્ટ દર્શાવવાનું રહેશે

જિયો અને સ્નેપચેટે Snapchat Lens બનાવ્યો છે. જેમાં યૂઝર્સને વિવિધ વિવિધ રીતે AR (Augmented Reality) પ્રોપ્સ મળશે. તેમાં યૂઝર્સ અલગ-અલગ રીતે પ્રોપ્સ જેમ કે માઇક, હૅટ, હેડફોન અને લાઇટ રિંગને સિલેક્ટ કરી શકે છે.

આ ચેલેન્જ દ્વારા સ્નેપચેટ યૂઝર્સ મજેદાર અને ક્રિએટિવ રીતે પોતાના ટેલેન્ટનું પ્રદર્શન કરી શકે છે.

કઇ રીતે બનાવશો?

આ ચેલેન્જમાં ભાગ લેવા માટે યૂઝર્સને સ્નેપચેટ પર Jio’s Got Talent લેન્સનો ઉપયોગ કરીને 10 સેકન્ડનો વીડિયો રેકોર્ડ કરવો પડશે, જેમાં તે પોતાનું ટેલેન્ટ દર્શાવશે. ત્યારબાદ પાર્ટિસિપન્ટને પોતાના Snapchat કે Snapcode યૂઝરનેમના વીડિયોમાં લખવાનું રહેશે અને તેને સ્નેપચેટની ‘Our Story’માં અપલોડ કરવો પડશે જેથી તે સૌને (Public) દેખાય. કંપનીએ આ ચેલેન્જની શરૂઆત 26 જાન્યુઆરી 2020ના રોજ કરી છે અને તેની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી 2020 છે.જીતનારા એક કન્ટેસ્ટન્ટને બે લોકો માટે થાઇલેન્ડ ટ્રિપ મળશે. આ ઉપરાંત બાકી વિજેતાઓને ગિફ્ટ તરીકે જિયો રિચાર્જ ઑફર આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here