વર્લ્ડ કપ 2019 લીગ દરમિયાન ભારતને માત્ર એક જ વાર હારનો સામનો કરવો પડ્યો હતો. એ પણ યજમાન ટીમ ઈંગ્લેન્ડ સામે. જ્યારે ન્યુઝીલેન્ડ સામેની મેચ વરસાદનો ભોગ બની હતી. લીગના અંતિમ મેચમાં ભારતે શનિવારે શ્રીલંકા ટીમને સાત વિકેટની હરાવી જીતનો દોર ચાલુ રાખ્યો.
શ્રીલંકા સામે જીત બાદ જ્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને સંપૂર્ણ લીગમાં પ્રદર્શન વિશે પૂછવામાં આવ્યું તો કોહલીએ કહ્યું કે,’અમે સારી ક્રિકેટ રમવા માંગતા હતા પરંતુ 7-1ની અપેક્ષા ક્યારે કરી નહોતી. ભારત માટે આ રીતે એક સાથે રહીને રમવું એક સન્માનની વાત છે.’ વધુ ઉમેરતા કહોલીએ કહ્યું કે,’સેમીફાઇનલ માટે લગભગ બધુ નક્કી થઈ ગયું છે પરંતુ અમે એક જ પ્રકારની ટીમ બનવા નથી માંગતા. અમારે આગામી દિવસે ફરી નવી શરૂઆત કરી સારું પ્રદર્શન કરવું પડશે.’
આ સિવાય જ્યારે કોહલીને સેમીફાઇનલની ટીમો વિશે પૂછવામાં આવ્યું તો કોહલીએ કહ્યું કે,’અમારી માટે વિપક્ષી ટીમ મહત્વ નથી રાખતી કારણ કે જો અમે સારું પ્રદર્શન આપવામાં નિષ્ફળ રહ્યા તો કોઈ પણ અમને હરાવી શકે છે.’ આપને જણાવી દઈએ કે શનિવારે ભારતે શ્રીલંકાને 7 વિકેટથી હરાવી વર્લ્ડ કપમાં જીતનો અભિયાન યથાવત રાખ્યો હતો. ભારત તરફથી ઓપનિંગ બેટ્સમેન જોડી રોહિત શર્મા અને કે.એલ.રાહુલે સદી ફટકારી ભારતની જીત નક્કી કરી હતી.