વલસાડ : યુવાઓ માટે સાઇબર ક્રાઇમ અવેરનેસ ડ્રાઇવ યોજાઇ

0
7
પી.એસ.આઇ. એન.ટી.પુરાણીએ સાઇબર ક્રાઇમના પ્રકારો અને તેનાથી કેવી રીતે સાવધાની રાખવી તે અંગે પ્રેઝન્‍ટેશન થકી વિસ્‍તૃત સમજણ આપી હતી.
રોટરી કલબ ઓફ વલસાડ દ્વારા જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી એન.કે.દેસાઇ સાયન્‍સ કૉલેજ તથા બીલીમોરાની વી.એસ. પટેલ કૉલેજના વિદ્યાર્થીઓ માટે સાઇબર ક્રાઇમ અવેરનેસ ડ્રાઇવ અંતર્ગત ઓનલાઇન સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં પી.એસ.આઇ. એન.ટી.પુરાણીએ સાઇબર ક્રાઇમના પ્રકારો અને તેનાથી કેવી રીતે સાવધાની રાખવી તે અંગે પ્રેઝન્‍ટેશન થકી વિસ્‍તૃત સમજણ આપી હતી. કોઇપણ પ્રકારની છેતરપિંડી થઇ હોય તો ૧૦૦ નંબર ઉપર તાત્‍કાલિક જાણ કરવા જણાવ્‍યું હતું. તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્‍નોત્તરી કરી તેમની મૂંઝવણો દૂર કરતા જવાબો આપ્‍યા હતા. રોટરી કલબના પ્રમુખ રાજેશ પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી આજના સમયમાં ઓનલાઇન પેમેન્‍ટ વધી રહયું છે, ત્‍યારે તે અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત સમજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોટરી કલબના દીપેશ શાહે જ્‍યારે રોટરેકટ સેક્રેટરી શૈલજા મુફતીએ આભારદર્શન કર્યું હતું.
રિપોર્ટર : કાર્તિક બાવીશી, CN24NEWS, વલસાડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here