Friday, April 26, 2024
Homeસાયબર અટેકનો ભોગ : કંપનીઓએ 6 મહિનામાં દર અઠવાડિયે સરેરાશ 1,738 સાયબર...
Array

સાયબર અટેકનો ભોગ : કંપનીઓએ 6 મહિનામાં દર અઠવાડિયે સરેરાશ 1,738 સાયબર અટેકનો સામનો કરવો પડ્યો

- Advertisement -

ભારતમાં મોટા ભાગની કંપનીઓએ છેલ્લા 6 મહિનામાં દર અઠવાડિયે સરેરાશ 1,738 સાયબર અટેકનો સામનો કરવો પડ્યો છે. ગ્લોબલી આ આંકડો 757 છે. આ દુનિયાભરની કંપનીઓની સરખામણીએ સૌથી વધારે છે. ચેક પોઈન્ટ રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, ભારતમાં સૌથી વધારે સાયબર અટેક રિસર્ચ એજ્યુકેશન, મિલિટ્રી, ઈન્શ્યોરન્સ અને હેલ્થ સેક્ટરની કંપનીઓમાં થયો છે.

ભારતમાં 29% સાયબર અટેક વધ્યા
ભારતમાં છેલ્લા 6 મહિનામાં થનારા સાયબર અટેકમાં 29%નો વધારો થયો છે. આ સાયબર અટેક યુરોપ, મધ્ય પૂર્વ અને આફ્રિકાના દેશોમાં થયા છે. અમેરિકા અને એશિયા પ્રશાંતમાં મોટા પાયે સાયબર અટેક થયો છે. કંપનીઓ પર થનારા રેન્સમવૅર અટેકમાં 93%નો વધારો થયો છે. અન્ય દેશોની સરખામણીએ હેકર્સ માટે ભારત સૌથી મોટું માર્કેટ છે.

અમેરિકામાં સાયબર અટેક 17% વધ્યા
સાયબર સિક્યોરિટી ફર્મ ચેક પોઈન્ટે ‘સાયબર અટેક ટ્રેન્ડ: 2021 મિડ ઈયર’ નામથી એક રિપોર્ટ જાહેર કર્યો. તેમાં સરકારી, સ્વાસ્થ્ય અને અન્ય કંપનીઓ પર થયેલા સાયબર અટેકની માહિતી છે. રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં થયેલા સાયબર અટેકમાં 17%નો વધારો થયો છે. અહીં દર અઠવાડિયે સરેરાશ 443 સાયબર અટેક થયા.

યુરોપમાં 27%નો વધારો
સાયબર અટેકના વધારામાં યુરોપ પણ સામેલ છે. અહીં સાયબર અટેકમાં 27%નો વધારો થયો. યુરોપમાં દર અઠવાડિયે કોઈ સંસ્થા પર સરેરાશ 777 વખત સાયબર અટેક થયા, જ્યારે લેટિન અમેરિકામાં 19%નો વધારો થયો. અમેરિકા અને એશિયા પેસિફિક દેશોમાં દર અઠવાડિયે 1338 વખત સાયબર અટેક થયા જે આ વર્ષના શરૂઆતના મહિના કરતાં 13% વધારે છે.

ડેટાના બદલે પૈસા વસૂલે છે હેકર્સ
ચેક પોઈન્ટના રિપોર્ટ પ્રમાણે, રેન્સમવૅર અટેકમાં પણ વધારો થયો છે. રિપોર્ટ પ્રમાણે, કોઈ કંપનીની સિસ્ટમ હેક કરી ડેટા ચોરી કરવો અને ડેટાના બદલે પૈસા વસૂલવા એ હેકર્સ માટે સામાન્ય વાત બની છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, હેકર્સ હવે Trickbot, Dridex, Qbot અને IcedID જેવાં લેટેસ્ટ માલવૅરનો ઉપયોગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular