Tuesday, September 21, 2021
Homeસાઇબર સ્પેસ : અમેરિકા અને ચીન વચ્ચે ઇન્ટરનેટની દુનિયા પર નિયંત્રણનો સંઘર્ષ...
Array

સાઇબર સ્પેસ : અમેરિકા અને ચીન વચ્ચે ઇન્ટરનેટની દુનિયા પર નિયંત્રણનો સંઘર્ષ તીવ્ર થઇ રહ્યો

અમેરિકા અને ચીન વચ્ચે ઇન્ટરનેટની દુનિયા પર નિયંત્રણનો સંઘર્ષ તીવ્ર થઇ રહ્યો છે. ચીની હેકર્સ સતત અમેરિકી કંપનીઓને નિશાન બનાવી રહ્યા છે. આ પ્રવૃત્તિઓ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કડક વલણ અપનાવ્યું છે. જોકે, બાઇડેન સરકારે ચીન પર પ્રતિબંધ નથી લાદયા પણ પોતાના નિવેદનથી આક્રમક વલણનો સંકેત આપ્યો છે.

વ્હાઇટ હાઉસે 19 જુલાઇએ કહ્યું કે ચીને સાઇબર હુમલાના અપરાધી હેકર્સની સેવાઓ લઇ રાખી છે. બાઇડેનની વ્યૂહરચના સાઇબર સ્પેસમાં ચીન વિરુદ્ધ મજબૂત ટેક્નોલોજી માટેના ગઠબંધનની છે. તેઓ સાથી દેશો અને યુરોપને ચીનથી અલગ કરવાના રસ્તે ચાલી નીકળ્યા છે. તેઓ ઇચ્છે છે કે સાઇબર હુમલા મામલે તમામ દેશોનું એકસરખું વલણ હોય.

વિશ્વના સૌથી શક્તિશાળી દેશો સાઇબર જાસૂસીના જોખમનો સામનો કરી રહ્યા છે. દરેક સરકાર જાણે છે કે બીજા દેશના મહત્ત્વપૂર્ણ મૂળભૂત માળખા પર હુમલો કરવાથી વળતી કાર્યવાહી થઇ શકે છે. ચીન અમેરિકા પર હુમલો કરી શકે છે પરંતુ તે જાણે છે કે અમેરિકા પણ વળતો હુમલો કરવા સક્ષમ છે. તેથી સાઇબર સ્પેસમાં મહત્તમ પ્રવૃત્તિ ગુપ્ત માહિતી અને બૌદ્ધિક સંપદા ચોરવા પર કેન્દ્રિત છે. ડેટા ચોરવા મામલે ખંડણી ગંભીર સ્તરે પહોંચી ગઇ છે.

એકલા 2020માં દુનિયાભરમાં સાઇબર ગુનાઓથી 7 લાખ કરોડ રૂ.થી વધુ નુકસાન થયું છે. વર્તમાન સંજોગોમાં અમેરિકાની ચેતવણી છતાં ચીની હેકર્સના હુમલા રોકવા મુશ્કેલ હશે. સાઇબર ખતરાનું સ્વરૂપ વધી રહ્યું છે. બાઇડેન હજુ પણ યોગ્ય રણનીતિની શોધમાં છે.

અમેરિકાના કડક વલણથી ચીને નીચાજોણું થયું છે, જેના બદલામાં તે અમેરિકાના સાથી દેશોને ધમકાવી શકે છે. તે અમેરિકા સાથે મળીને સાઇબર સ્પેસમાં ચીનની હલચલની ટીકા કરનારા દેશોને આકરો સંદેશ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments