રવિવારે જલપાઈગુડીમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા હતા. મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. અતિવૃષ્ટિના કારણે પાક નાશ પામ્યો હતો. ઈલેક્ટ્રીક પોલ પડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જલપાઈગુડી એસપીએ વાવાઝોડાને કારણે ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે.
પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં વાવાઝોડાએ મોટી તબાહી મચાવી છે. આ વિસ્તારમાં તોફાન, વરસાદ અને કરાથી જાનમાલનું નુકસાન થયું છે. મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા છે. તો અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. જલપાઈગુડી એસપીએ અકસ્માતમાં ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે. 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. વધુમાં એસપીએ જણાવ્યું હતું કે, નુકસાની અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોને વળતરની જાહેરાત કરી છે. આ ઉપરાંત અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. વાવાઝોડા બાદ અનેક મકાનો ધરાશાયી થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
રવિવારે જલપાઈગુડીમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા હતા. મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. અતિવૃષ્ટિના કારણે પાક નાશ પામ્યો હતો. ઈલેક્ટ્રીક પોલ પડી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. તોફાન શમી ગયા બાદ સર્વત્ર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જલપાઈગુડી એસપીએ વાવાઝોડાને કારણે ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે.
મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વાવાઝોડાના કારણે થયેલી તબાહી પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે મૃતકો અને ઘાયલોના નજીકના સંબંધીઓને યોગ્ય વળતર આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે જિલ્લા વહીવટીતંત્ર મૃતકોના પરિજનો અને ઘાયલોને નિયમો અનુસાર અને MCCનું પાલન કરીને વળતર આપશે.જલપાઈગુડી સરકારી મેડિકલ કોલેજના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને વાઇસ પ્રિન્સિપાલનું કહેવું છે કે વાવાઝોડા બાદ 170થી વધુ દર્દીઓ હોસ્પિટલની ઈમરજન્સીમાં આવ્યા છે. જેમાંથી 49 દર્દીઓને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા છે. દરેકની સારવાર કરવામાં આવી રહી છે.