યાસ ચક્રવાત : ઓડિશાના ભદ્રક જિલ્લાના કિનારે પ્રચંડ વેગે ‘યાસ’ ત્રાટક્યું, 120 KMPHની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે

0
9

યાસ ચક્રવાત ઓડિશાના ભદ્રક જિલ્લામાં ત્રાટક્યું છે. અહીંયા 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગે(IMD) પણ આ વાતની પુષ્ટી કરી છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી તોફાન ફૂંકાવવાનું શરૂ થયું હતું. બંગાળ અને ઓડિશાના મોટાભાગના જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ઓડિશાના ચાંદિપુર અને બાલાસોર જિલ્લામાં વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ બંગાળના કોલકાતા અને દક્ષિણ 24 પરગણામાં વાવાઝોડું આવ્યું છે, તથા મુશળધાર વરસાદ પણ વરસી રહ્યો છે.

યાસ ચક્રવાત બપોરના સમયે ઓડિશાના પારાદીપ અને સાગર આઇલેન્ડ વચ્ચેથી પસાર થશે. ચક્રવાતે કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને કર્નાટકમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

અપડેટ્સ…

તોફાનના લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ

યાસ ચક્રવાતથી પ્રભાવિત પ્રદેશોની સહાયતા કરવા માટે નેવીનું INS જહાજ ચિક્કામાં રાહત સામગ્રી લઇને ઓડિશાના ખોરદા જિલ્લામાં પહોંચ્યું.

વાવાઝોડાની અસરને કારણે ભુવનેશ્વરમાં મંગળવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.
વાવાઝોડાની અસરને કારણે ભુવનેશ્વરમાં મંગળવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.

400 લોકોને ઓડિશાના બાસુદેવપુરમાં આશ્રયસ્થાને મોકલાયા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત બપોર સુધીમાં આકરો સ્વરૂપ લઈ શકે છે. પૂર્વ-મધ્ય બંગાળના અખાતમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું ઉત્તરની સાથે ઉત્તર પશ્ચિમ દિશામાં વધુ ઝડપે આગળ વધી રહ્યું છે. ઓડિશાના બાસુદેવપુરમાં આશરે 400 લોકોને આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે.

બંગાળના નાદિયામાં ચક્રવાત પહેલા ટ્રેનને ટ્રેક સાથે સાંકળોથી બાંધી દેવામાં આવી હતી.
બંગાળના નાદિયામાં ચક્રવાત પહેલા ટ્રેનને ટ્રેક સાથે સાંકળોથી બાંધી દેવામાં આવી હતી.

કોલકાતા એરપોર્ટ પર ઓપરેશન સ્થગિત

ચેતવણી બાદ બુધવારે સવારે સાડા આઠ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી કોલકાતા એરપોર્ટ પર કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ભારતીય રેલવેએ 29 મે સુધી દક્ષિણથી કોલકાતા સુધી 38 માર્ગો પર દોડતી લાંબા અંતરની ટ્રેનોને રદ કરી દીધી છે. તે જ સમયે, પૂર્વી રેલવેએ માલદા-બાલુરઘાટ પેસેન્જર ટ્રેનને પણ 26 અને 27 મે સુધી રદ કરી દીધી છે. તોફાનની ગતિને ધ્યાનમાં રાખીને, રેલવે સ્ટેશનો પર રેલવેના પાટા સાથે ટ્રેનોને લોખંડની ચેનથી બાંધી દેવામાં આવી છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.

કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં સેનાએ 26 બચાવ ટીમો તૈનાત કરી છે.
કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં સેનાએ 26 બચાવ ટીમો તૈનાત કરી છે.

બંગાળમાં સમુદ્રનું જળસ્તર વધ્યું

ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના શંકરપુર-દિખા બીચ પર દરિયાની સપાટી વધી છે. હવામાનમાં પરિવર્તન સાથે ભારે વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ વરસાદ શરૂ પણ થઇ ગયો છે. કોલકાતામાં સેનાની 9 બચાવ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણના 24 પરગણાની સાથે પુરૂલિયા, ઝારગ્રામ, બીરભૂમ, બર્ધમાન, પશ્ચિમ મિદનાપુર, હાવડા, હુગલી, નાડિયામાં 17 ટીમો તૈનાત કરવામાં આવી છે.

બંગાળમાં 11 લાખથી વધુ લોકોનું સ્થળાંતર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે 11.2 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. વાવાઝોડાની અસરથી હલીશહેરમાં 40 હજારથી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન 4-5 લોકો ઘાયલ પણ થયા હતા. છુછુરામાં લગભગ સમાન સંખ્યામાં મકાનોને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે પાંડુઆમાં વીજળી પડવાના કારણે બે લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્યના રાજ્યપાલ જગદીપ ધનખડ કોલકાતાના અલીપુરમાં હવામાન કચેરીએ પહોંચ્યા હતા. અહીં તેમણે ચક્રવાત સાથે વ્યવહાર કરવા માટે ઉપલબ્ધ સાધનોની સમીક્ષા કરી હતી.

બિહારમાં મુશળધાર વરસાદનું ઓરેન્જ અને ઝારખંડમાં રેડ એલર્ટ

હવામાન વિભાગે બિહારમાં આગામી 2-3 દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 27 અને 28 મેના રોજ અહીં ભારે વરસાદની સંભાવના છે. તે જ સમયે, ઝારખંડમાં યાસ તોફાન અંગે રેડ ચેતવણી જારી કરવામાં આવી છે. 2-3 દિવસ ભારે વરસાદ સાથે રાજ્યના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં વાવાઝોડાં સાથે મુશળધાર વરસાદ વરસી શકે છે. પૂર્વ સિંઘભૂમ અને રાંચી જિલ્લામાં પણ એનડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here