અરબી સમુદ્રમાં સાયકલોનિક સિસ્ટમ સક્રિય થઈ

0
4

અમદાવાદ, 3 ઓગસ્ટ 2020 સોમવાર

રાજ્યમાં આગામી 4 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળશે. છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં ગરમી સાથે બફારાનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે. આમ આગામી દિવસોમાં વરસાદની આગાહીને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સારો વરસાદ થશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જુલાઇ મહિનામાં ગુજરાતમાં 42 ટકા વરસાદ પડ્યો છે. જુલાઇ મહિનામાં અનેક વિસ્તારોમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે. જુલાઇ મહિનામાં સિઝનનો 42.33 ટકા વરસાદ નોંધાયો છે.

જુલાઇ મહિનામાં સિઝનનો 13.8 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ કચ્છમાં 14.4 અને ઓછો ઉત્તર ગુજરાતમાં 7.8 ઇંચ વરસાદ નોંધાયો છે. જુલાઇ મહિનાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 19.2 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here