અહેવાલ : સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેનને બદલે નોમિની ડાયરેક્ટર બની શકે છે

0
23

મુંબઈઃ સાયરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન અને ટાટા ગ્રુપની 3 અન્ય કંપનીઓના બોર્ડમાં સામેલ થવા ઈચ્છતા નથી. અહેવાલો પ્રમાણે મિસ્ત્રીની નોમિની ડાયરેક્ટર તરીકે નિયુક્ત થઈ શકે છે. જેથી કોર્પોરેટ ગવર્નન્સ વધારે સારું થઈ શકે. મિસ્ત્રી ઓક્ટોબર,2016માં ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવાયા હતા. બાદમાં ગ્રુપની ત્રણ કંપનીઓના બોર્ડમાંથી પણ રાજીનામુ આપવું પડ્યું હતું. નેશનલ કંપની લો અપિલેટ ટ્રીબ્યુનલ (NCLAT)એ 18મી ડિસેમ્બરના રોજ મિસ્ત્રીની તરફેણમાં ચુકાદો આપી તેમની ફરી વખત નિમણૂક કરવા આદેશ કર્યો હતો.

ટ્રીબ્યુનલના ચુકાદાને ટાટા સન્સ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે
NCLATના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે ટાટા સન્સને 4 સપ્તાહનો સમય મળ્યો હતો. અહેવાલ પ્રમાણે સુપ્રીમ કોર્ટ પણ મિસ્ત્રીના પક્ષમાં ચુકાદો આપે તો પણ મિસ્ત્રી ચેરમેન બને તેવી શક્યતા નથી, કારણ કે તેઓ જાતે જ ઈચ્છતા નથી. ચેરમેન પદ પર તેમનો કાર્યકાળ 5 મહિના જ બાકી રહ્યો છે.

મિસ્ત્રી 2006માં ટાટા સન્સના બોર્ડમાં સામેલ થયા હતા. વર્ષ 2012માં રતન ટાટાના રિટાયરમેન્ટ બાદ ચેરમેન બન્યા હતા. ઓક્ટોબર,2016માં તેમની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવીને ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા હતા. મિસ્ત્રીના જૂથે ટાટા સન્સના ચુકાદાને નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં પડકાર્યો હતો, પરંતુ ગત વર્ષ કેસ હારી ગયા. ત્યારબાદ મિસ્ત્રીએ અપિલેટ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here