નારણપુરાના ડી. કે. પટેલ કોમ્યુનિટી હોલમાં AMC કોવિડ સેન્ટર ઊભું કરવાને બદલે ખાનગી હોસ્પિટલને ફાળવીને કમાણી કરાવી રહ્યું છે

0
0

ગુજરાતીઓને વેપારી પ્રજા માનવામાં આવે છે, લોકોના લોહીમાં જ વેપાર વહે છે, પરંતુ માનવસર્જિત કે કુદરતી આપત્તિ પરિસ્થિતિમાં વેપાર જતા કરવાનું બહુમાન પણ ગુજરાતીઓને જ મળે છે. શહેર કોરોનાના અજગરી ભરડામાં છે ત્યારે એને બહાર કાઢવા અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશને (AMC) આગળ આવવાની જગ્યાએ ખાનગી હોસ્પિટલને કમાણી કરાવવાનો રસ્તો અખત્યાર કર્યો છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી.કે. પટેલ હોલને ખાનગી હોસ્પિટલને 70 બેડની હોસ્પિટલ શરૂ કરવા માટે આપી દેવાયો છે. ત્યારે AMCએ ફ્રીમાં સુવિધા ઊભી કરવી જોઈએ, એની જગ્યાએ તે ખાનગી હોસ્પિટલને હોલ ફાળવી એને કમાણી કરાવી રહ્યું છે.

AMCએ કોવિડ સેન્ટર ઊભું કરવાને બદલે હોસ્પિટલને ફાળવી દીધું

રાજ્યમાં કોરોનાના કેસો દિન-પ્રતિદિન કેસો વધી રહ્યા છે. શહેરોમાં હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા જ નથી ત્યારે હવે કોવિડ સેન્ટરો અલગ અલગ જગ્યાએ ઊભાં કરવામાં આવી રહ્યાં છે. અમદાવાદમાં હવે કોમ્યુનિટી હોલમાં પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યાં છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી.કે. પટેલ હોલમાં ઓક્સિજન બેડ સાથે 70 જેટલાં બેડ સાથે કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં રહ્યું છે. આજે સવારે કોવિડ કેર સેન્ટર માટે ઓક્સિજન અને બેડ લગાવવામાં આવી રહ્યાં છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 24મી એપ્રિલના રોજ આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે.

કોમ્યુનિટી હોલમાં 70 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે.

કોમ્યુનિટી હોલમાં 70 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી રહી છે.

ક્લિનિક કે કોવિડ હોસ્પિટલ માટે કોઈ મંજૂરીની જરૂર નથી

રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે, જે પૈકી 20 એપ્રિલે મુખ્યમંત્રી દ્વારા કોવિડ-19ના દર્દીઓને સમયસર સારવાર મળી રહે એ માટે જે પણ પ્રાઈવેટ ક્લિનિક, દવાખાના, નર્સિંગ હોમ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો કોવિડ હોસ્પિટલ તરીકે જોડાવા માગતા હોય તો તેઓ ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર તથા કોવિડ કેર સેન્ટર શરૂ કરી શકશે, જેની કોઈ મંજૂરી પણ લેવાની રહેશે નહીં. મુખ્યમંત્રીની આ જાહેરાત અનુસંધાને અમદાવાદમાં વધુ 8 હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે, જેની 8 હોસ્પિટલએ AMCને જાણ કરી છે.

ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવા કામગીરી ચાલી રહી છે.

ખાનગી હોસ્પિટલ દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવા કામગીરી ચાલી રહી છે.

8 હોસ્પિટલે મુખ્યમંત્રીની જાહેરાત બાદ રસ દાખવ્યો

શહેરમાં કોરોનાની સારવાર માટે તમામ હોસ્પિટલને છૂટ આપ્યાની મુખ્યમંત્રીની જાહેરાત બાદ શહેરમાં 8 જેટલી હોસ્પિટલે રસ દાખવ્યો છે. એ બાબતે યોગ્ય તપાસ કરી આ હોસ્પિટલને સારવાર માટેની મંજૂરી આપવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે. નોંધનીય છે કે શહેરની કોઇપણ હોસ્પિટલ હવે કોરોનાની સારવાર કરી શકે છે, એ માટે પણ હોસ્પિટલને પ્રોત્સાહિત કરવા માટે મ્યુનિ. અધિકારીઓ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. એને કારણે 137 બેડ વધી શક્યાં છે.

ઓક્સિજન બેડ ખૂટી પડ્યાં છે

શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, જેમાં ખાસ કરીને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની અછત ચાલે છે અને સરકારી હોસ્પિટલમાં પણ બેડ ખૂટી પડ્યાં છે. ઓક્સિજન બેડની પૂર્ણ કરવા AMC દ્વારા સમરસ હોસ્ટેલ કોવિડ કેર ખાતે ઓક્સિજનવાળાં 100 બેડ ઊભાં કરવામાં આવ્યાં છે. હવે સમરસ હોસ્ટેલમા પણ ઓક્સિજન બેડ ઊભાં કરવામાં આવતાં દર્દીઓને રાહત મળશે.

સંભવતઃ આ કોવિડ સેન્ટરનું 24મી એપ્રિલે ઉદઘાટન કરી દેવાશે.

સંભવતઃ આ કોવિડ સેન્ટરનું 24મી એપ્રિલે ઉદઘાટન કરી દેવાશે.

આ 8 હોસ્પિટલને ખાનગી કોવિડ સેન્ટર શરૂ કરવામાં રસ

સેતુ સર્જિકલ હોસ્પિટલ, કૃષ્ણનગર

જીવનધારા મેડિકલ હોસ્પિટલ, બાપુનગર

આશ્ના ઓર્થોપેડિક હોસ્પિટલ, બોપલ

મમતા હોસ્પિટલ, બોપલ

શ્રી ઉમિયા મલ્ટીસ્પેશિયાલિટી, રાણીપ

ક્રિષ્ના ચિલ્ડ્રન હોસ્પિટલ, નિર્ણયનગર

મેડિશ્યોર હોસ્પિટલ, ન્યૂ રાણીપ

જયદીપ હોસ્પિટલ, નવરંગપુરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here