મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન દરેકને મદદ કરવા માટે આગળ રહે છે. હાલમાં સલમાન ખાન ફિલ્મ ‘દબંગ 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના કો-સ્ટાર દદ્દી પાંડેને હાર્ટ એટેક આવ્યો હતો. ફિલ્મમાં તે કોન્સ્ટેબલના રોલમાં છે. જોકે, જ્યારે તેને હાર્ટ એટેક આવ્યો ત્યારે દદ્દી પાંડે સેટ પર નહોતો. સલમાનને જ્યારે આ વાતની જાણ થઈ તો તેણે શૂટિંગ અટકાવીને એક્ટરની મદદ માટે પોતાની ટીમનો એક સભ્ય મોકલ્યો હતો.
હોસ્પિટલમાં એડમિટ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દદ્દી પાંડે ગોરેગાંવની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ છે. તેને 2-3 દિવસમાં રજા આપી દેવામાં આવશે. સલમાન પોતાનાથી થાય તેટલી મદદ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાનની સ્વૈચ્છિક સંસ્થા બીઈંગ હ્યુમનને આ વર્ષે 12 વર્ષ પૂરા થયા છે. આ સંસ્થા હેઠળ સલમાન ખાન જરૂરિયાતમંદ લોકોને મદદ કરતો હોય છે.
ડિસેમ્બરમાં ફિલ્મ રિલીઝ થશે
‘દબંગ 3’ 20 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મને પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યો છે. શૂટિંગનું પહેલું શિડ્યૂઅલ મધ્યપ્રદેશમાં હતું. ફિલ્મમાં સોનાક્ષી સિંહા તથા અરબાઝ ખાન મહત્ત્વના રોલમાં જોવા મળશે. વિલનના રોલમાં સાઉથ એક્ટર સુદીપ જોવા મળશે. સ્વ. વિનોદ ખન્નાને સ્થાને તેમના ભાઈ પ્રમોદ ખન્નાને લેવામાં આવ્યા છે.