બોક્સઓફિસ : ‘દબંગ 3’ ફિલ્મ 100 કરોડ રૂપિયા કમાનારી સલમાન ખાનની સતત 15મી ફિલ્મ બની

0
33

બોલિવૂડ ડેસ્ક: સલમાન ખાનની ‘દબંગ 3’એ બોક્સઓફિસ પર 100 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી લીધો છે. આ સલમાનની 15મી ફિલ્મ છે જેને 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે રિલીઝના પાંચમા દિવસે 12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અત્યારસુધી ફિલ્મની કમાણી 103.85 કરોડ રૂપિયાની છે. ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિન્હા, કિચા સુદીપ, સઈ માંજરેકર લીડ રોલમાં છે.

20 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલ ‘દબંગ’ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘દબંગ 3’ સલમાનમની 100 કરોડ ક્લબમાં સામેલ થનારી સતત 15મી ફિલ્મ છે. ‘દબંગ 3’ને પ્રભુદેવાએ ડિરેક્ટ કરી છે.

ફિલ્મે શુક્રવારે 24.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારબાદ શનિવારે 24.57 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રવિવારે ફિલ્મે 31.90 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સોમવારે ફિલ્મે 10.70 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને મંગળવારે ફિલ્મે 12 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ફિલ્મ રિલીઝ કલેક્શન
દબંગ 10 સપ્ટેમ્બર 2010 141 કરોડ રૂપિયા
રેડી 3 જૂન 2011 120 કરોડ રૂપિયા
બોડીગાર્ડ 31 ઓગસ્ટ 2011 144 કરોડ રૂપિયા
એક થા ટાઇગર 15 ઓગસ્ટ 2012 186 કરોડ રૂપિયા
દબંગ 2 21 ડિસેમ્બર 2012 149 કરોડ રૂપિયા
જય હો 24 જાન્યુઆરી 2014 109 કરોડ રૂપિયા
કિક 25 જુલાઈ 2014 211 કરોડ રૂપિયા
બજરંગી ભાઈજાન 17 જુલાઈ 2015 315 કરોડ રૂપિયા
પ્રેમ રતન ધન પાયો 12 નવેમ્બર 2015 194 કરોડ રૂપિયા
સુલતાન 6 જુલાઈ 2016 300 કરોડ રૂપિયા
ટ્યુબલાઈટ 23 જૂન 2017 114 કરોડ રૂપિયા
ટાઇગર ઝિંદા હૈ 22 ડિસેમ્બર 2017 339 કરોડ રૂપિયા
રેસ 3 15 જૂન 2018 166 કરોડ રૂપિયા
ભારત 5 જૂન 2019 197 કરોડ રૂપિયા
દબંગ 3 20 ડિસેમ્બર 2019 અત્યાર સુધી 103 કરોડ રૂપિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here