એક મૃતક દહેગામનો, બીજો પાલજનો રહેવાસી : ડ્રાઈવર ટ્રક મુકી ફરાર થતા શોધખોળ હાથ ધરાઈ.
દહેગામના પાલૈયા પાસે આઇસર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે આશાસ્પદ યુવકોના ઘટનાસ્થળ પરજ મૃત્યુ નિપજ્યા હતા.દહેગામ પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર દહેગામનાં સાહિલ સૈયદઅલી તેમજ પાલજનાં જયેશ અરવિંદભાઈ શર્મા આજે એક્ટિવા નંબર – GJ 18 DH 7190 લઈને કોઈ કામ અર્થે પાલૈયા બાયડ રોડ તરફ પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાયડ ત્રણ રસ્તા પાસે સામેથી આવતી આઈસર ટ્રક નંબર – Gj01 CZ 3108 નાં ડ્રાઈવરે પોતાની ટ્રક પુરઝડપે હંકારી એક્ટિવા ને સામેથી ધડાકાભેર ટક્કર મારી હતી.અકસ્માત થતા બન્ને યુવાનોનું ઘટના સ્થળે મોત નીપજ્યા હતા.
અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી હતી. અકસ્માતની જાણ તથા બન્ને આશાસ્પદ યુવાનોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અકસ્માત કર્યા બાદ ડ્રાઇવર ટ્રક મુકી નાસી ગયો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેની તબક્કાવાર પોલીસ વિગતો મેળવી રહી છે. હાલમાં બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામા આ્વ્યા છે.
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી,દહેગામ,ગાંધીનગર