દહેગામ બાયડ રોડ ઉપર ઈક્કો ગાડી અને રીક્ષા ટકરાતા ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા

0
70

દહેગામ બાયડ રોડ ઉપર ઈક્કો ગાડી અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાર વ્યક્તિઓ ઘાયલ ઈક્કો ગાડી રોડની ચોકડીમા પડતા ગાડીના કુડચે કુડચા બોલાયા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ બાયડ રોડ ઉપર મોસમપુરા પાટીયા પાસે એક ઈક્કો ગાડી નંબર જીજે-૧૮ –એટી- ૪૬૫૬ ના ચાલકે લવાડ ખાતે આવેલી રક્ષા યુનિર્વરસિટિ ના વિદ્યાર્થીઓ ભરીને આ ઈક્કો ગાડી જઈ રહી હતી ત્યારે મોસમપુરા પાટીયા પાસે જે રીતે અકસ્માત સર્જાયો છે તેમા દહેગામથી જતા ડાબી સાઈડે ઈક્કો ગાડી ચોકડીમા ઉંધી પડેલી અને કુડચે કુડચા થઈ રહેલી દેખાઈ રહી છે. તો બીજી બાજુ રીક્ષા પણ તેની બાજુમા જ પડેલી નજરે પડી રહી છે અને રીક્ષાના આગળનો ભાગ પણ તુટી જવા પામ્યો છે.

પરંતુ આમા રીક્ષા અને ઈક્કો ગાડીનો અકસ્માત કઈ રીતના થયો તે મોટો સવાલ ઉભો થવા પામ્યો છે. તેમા ઈક્કો ચાલકે રીક્ષાને ટક્કર મારીને સીધા લાઈટના થાંભલાને ટક્કર મારીને ઉંધી પડી જવા પામી હતી અને અંદર બેઠેલા ચારેક જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ થતા તેમને સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે અને રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થતા તે પણ સારવાર અર્થે દવાખાને દાખલ કર્યો છે અને આ બનાવના પગલે આજે મોસમપુરા પાટીયા પાસે સવારે અગીયાર વાગે ઘટના સ્થળે આ બનાવને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

 

  • ઈક્કો ગાડીના ચાલકે રીક્ષા ચાલકને ટક્કર મારતા ઈક્કો ગાડી સીધી જ લાઈટના થાંભલાને ટક્કર મારી જોરદાર અવાજ સાથે પલટી મારતા ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા
  • ઈક્કો ગાડીના કુડચે કુડચા બોલાયા
  • રીક્ષાના ચાલકને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામા આવ્યો
  • બનાવના સ્થળે મોટી સંખ્યામા લોકોના ટોળો ટોળા ઉમટી પડ્યા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here