દહેગામ : ભાજપ જીલ્લા શીટના ઉમેદવાર અનોખો પ્રચાર કરીને યુવાનો અને મહિલાઓને રોજગાર લક્ષી માહિતી આપતો જોવા મળી રહ્યા

0
127

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ભાજપ જીલ્લા શીટના ઉમેદવાર જયશ્રીબેન પટેલ તેમના ચાર ગામના તાલુકા સીટના મતવિસ્તારમાં કંઇક અનોખો કાર્યક્રમ આપીને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. તેમના જિલ્લા મતવિસ્તારમાં પ્રચાર કરતાં તેઓ જણાવે છે કે સરકાર તરફથી ૪૦૦ જેટલી યોજનાઓ બહાર પાડવામાં આવી છે અને ૧૧૬ જેટલી યોજનાઓ મહિલાઓને વિવિધ પ્રકારની લોનો તેમજ ગરીબ અને મધ્યમવર્ગના લોકોને આ યોજનાઓનો લાભ કઈ રીતે મળે? અને તેના માટે શું કરવું? તેને અનુસરીને આ યોજનાઓની માહિતી આપીને પોતાના મતવિસ્તારની મતદારોને સરકારી યોજનાઓની માહિતીનું પ્રદાન કરી રહ્યા છે.

ગામડાના મતદારો જાગૃત બનીને સરકાર તરફથી મળેલ વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેનો પૂરેપૂરો લાભ લેવા માટે આ વિસ્તારના ભાજપના ઉમેદવાર અને તેમના પતિદેવ રાકેશભાઈ પટેલે પણ મતદારોને વિસ્તૃત માહિતી આપી રહ્યા છે. દહેગામ તાલુકાના બહિયલ મતવિસ્તારના ચાર ગામોના તાલુકા સીટના મતવિસ્તારોમાં આ કાર્યક્રમની વિગત આપતા મતદારો પણ આ શિક્ષિત ઉમેદવારીની કાર્યશેલી સામે તેમણે ગામડે ગામડે સારો આવકારો મળી રહ્યો છે.

રમેશભાઈ પ્રજાપતિ

 કારણ કે આ ઉમેદવાર પોતે શાળાના આચાર્ય હોવાથી અને તેમના પતિદેવ પણ શાળાના સંચાલક હોવાથી શિક્ષણ ક્ષેત્રની અને સરકારી વિવિધ કાર્યક્રમની માહિતી આપીને ગામડામાં રહેલા ગામડાની જનતાના યુવાનો અને મહિલાઓને શિક્ષણ ક્ષેત્રિય પ્રચાર કરે અને ગામડાનો સર્વાંગી વિકાસ થાય અને યુવાનો જાગૃત બનીને ૪૦૦ જેટલી સરકારી યોજનાનો લાભ લે તેના માટે પ્રચાર કરીને મહિલાઓ અને યુવાનો જાગૃત બનવાની અપીલ કરીને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. અને જો આ મહિલા ઉમેદવાર જીતી જશે તો કોઈપણ કેન્દ્ર ઉપર યુવાનો અને મહિલાઓને સરકારી વિવિધ યોજનાઓની માહિતી આપતું કેન્દ્ર ઉભુ કરીને નિશુલ્ક સેવા આપવાનો તેમનો અનોખો અભિગમ જોવા મળી રહ્યો છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24newsહરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here