દહેગામ : ભાજપ કાર્યાલય ખાતે ૨૨ મી સપ્ટેમ્બરના રોજ યોજાનાર ભાજપ ના મહાસંમેલન ની ચર્ચા વીચારણા માટે કાર્યક્રમ યોજાયો

0
12

દહેગામ ભાજપ કાર્યાલય ખાતે આગામી ૨૨ સપ્ટેમબરના રોજ ૩૭૦ અને ૩૫ A ની કલમના અનુસંધાનમા દહેગામ ખાતે આવેલ કોલેજ હોલમા મહા સંમેલન યોજાશે.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા આવેલ આજે ભારતીય જનતા પાર્ટીમા શહેર વિસ્તારના ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમા કાશ્મીર ખાતે ભારતના વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદી અને ગ્રુહમંત્રી અમીતભાઈ શાહે જે કાશ્મીરના પ્રકરણમા ૩૭૦ અને ૩૫ A ની કલમ દુર કરી તેથી સમગ્ર દેશમા આજે ઠેર ઠેર તેની ઉજવણી કરવામા આવી રહી છે તેના અનુસંધાનમા ૨૨ સપ્ટેમ્બરના રોજ દહેગામ કોલેજ ખાતે સાંજે ચાર વાગે દહેગામ તાલુકા અને શહેરનુ એક મહા સંમેલન રાખવામા આવ્યુ છે.

 

અને આ સંમેલનમા આ કલમો દુર કરવામા આવી તેની ઉજવણીના ભાગ રૂપે આ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની આ કાર્યશૈલીથી ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ હાજર રહે તેના માટે ભાજપ કાર્યાલય ખાતે દહેગામ નગરપાલિકાના પ્રમુખ બીમલભાઈ અમીનના અધ્યક્ષ સ્થાને આ બેઠક રાખવામા આવી હતી. અને આ પ્રસંગે નગરપાલિકાના કોર્પોરેટર પીંટુભાઈ અમીન, ધરમેંદ્રસિંહ રાઠોડ અને શહેર ભાજપ પ્રમુખ નાગજીભાઈ રબારી તેમજ મહિલા મોરચાના બેનો તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આ કાર્યક્રમમા મોટી સંખ્યામા આજે હાજર રહેવા પામ્યા હતા. અને સરકારના આ નીર્ણયને ખુબ આનંદ અને ઉલ્લાસ પુર્વક વધાવી લઈને ભારે ખુશી વ્યક્ત કરી હતી.

બાઈટ : બીમલભાઈ અમીન, નગરપાલિકા પ્રમુખ

 

  • ભારતના વડાપ્રધાન અને ગ્રુહમંત્રીએ કાશ્મીરની ૩૭૦ અને ૩૫ A ની કલમ દુર કરતા તેની માહિતી આપતો કાર્યક્રમ ભાજપ કાર્યાલય ખાતે યોજાયો
  • આજે દહેગામ શહેરના ભાજપના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામા હાજર રહ્યા હતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર