Home ગાંધીનગર  દહેગામ : BSNL ના લેન્ડલાઈન ફોનના ધાંધિયાથી ત્રાહિમામ પોકારતાં ગ્રાહકો.

દહેગામ : BSNL ના લેન્ડલાઈન ફોનના ધાંધિયાથી ત્રાહિમામ પોકારતાં ગ્રાહકો.

0
30

 

દહેગામ ખાતે આવેલી BSNL લેન્ડલાઈન ટેલિફોનના ધાંધીયાથી ગ્રાહકો પરેશાન.
દહેગામ શહેરમાં ૨૫૦ જેટલા લેન્ડલાઈન ના ગ્રાહકો છે.
હાલમાં કેટલા ફોન ચાલુ છે તેની અધિકારીઓને પણ ખબર નથી.
અધિકારીઓને રજૂઆતો કરતાં બીજા અધિકારી સાથે વાત કરો તેવા જવાબો મળે છે.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલી BSNLટેલીફોનની ઓફીસ હાલમાં કાર્યરત છે. પરંતુ આ કચેરીમાં ફક્ત અને ફક્ત ફક્ત ચારથી પાંચ જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. હાલમાં BSNLના ૨૫૦ જેટલ લેન્ડ લાઈન ના કનેક્શન ધરાવે છે તેમાંથી કેટલા ગ્રાહકોની ફરિયાદથવા પામી છે કે લેન્ડલાઈન ફોન શોભાના ગાંઠિયા જેવા છે. છ મહિના સુધી ચાલુ કરવામાં આવતા નથી અને દહેગામ કચેરીમાં કોઈ સંતોષકારક જવાબો ગ્રાહકોને આપવામાં આવતા નથી.

બાઈટ : દિલીપભાઈ ( ડોક્ટર, દહેગામ )

 

સરકારી કચેરીઓમાં લેન્ડલાઈન ફોનથી આમ જનતા અને સરકારી કર્મચારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે ગાંધીનગરની વડી કચેરી એક અધિકારીને રજૂઆત કરતાં તેમને બીજા અધિકારી સાથે વાત કરો તેવી રજૂઆત કરી હતી અને દહેગામ કચેરીમા પૂરતો સ્ટાફ ન હોવાથી દહેગામ શહેરના ગ્રાહકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. કારણકે ઉપલા અધિકારીઓ ગ્રાહકોને સંતોષકારક જવાબ ન આપતા હોય તો પછી લેન્ડલાઈન ફોન ચાલુ કરવાની તો વાત જ ક્યાં રહી. દહેગામ કચેરીમાં દરરોજની કેટલીક ફરિયાદો નોંધાવા પામી છે પરંતુ ગ્રાહકોની ફરિયાદનું પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી તેવી ગ્રાહકોની રજુઆતો થવા પામી છે. તો આ BSNL કંપનીએ ગ્રાહકોની રજૂઆત પ્રત્યે ધ્યાન આપવું જોઈએ કારણકે હાલમાં લેન્ડલાઈન ફોન શોભાના ગાંઠિયા જેવા હોય તેવું દેખાઈ રહ્યું છે. આ બાબતે દહેગામના એક ડૉક્ટર તથા એક વકીલે વારંવારની રજૂઆતો કરવા છતાં આ કંપની દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી.

 

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

Live Scores Powered by Cn24news