દહેગામ : ચામલા ગામે આવેલ પાણીની ટાંકી જર્જરિત હાલત મા, ભારે હોનારત સર્જાય તેવી દહેશત

0
0

દહેગામ તાલુકાના ચામલા ગામના સરપંચની રજુઆત છે કે અમારા ગામમા પાણીની ટાંકી જર્જરિત હાલતમા હોવાથી ચોમાસામા પડી જશે તો જવાબદારી કોની સરકારી તંત્રને જાણ કરવા છતા કોઈ કાર્યવાહી કરવામા આવી નથી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચામલા ગામે ગામના સરપંચ સવિતાબેન રમેશભાઈએ  લેખિત રજુઆત આપીને જણાવ્યુ છે કે અમરા ગામની અંદર પાણીની ટાંકી છેલ્લા ૩૫ થી ૪૦ વર્ષની બનાવેલી છે. અને આ પાણીની ટાંકી ખુબ જ જર્જરિત  હાલતમા અને તુટી ગયેલી નજરે પડી રહી છે. અને આ ટાકીના પંદર મીટરના અંતરે ગામની આગણવાડી આવેલી છે અને વીસ મીટરની અંદર ચામલા ગામની પ્રાથમિક શાળા આવેલી છે કે અને પાંચ મીટરની અંદર મુખ્ય માર્ગ આવેલો છે તો આ ગામની પાણીની ટાંકી જર્જરિત અને ભગાર હાલતમા હોવાથી દહેગામ તાલુકાના અધિકારીઓને આ બાબતે લેખિત મૌખિક જાણ કરવા છતા કોઈ કાર્યવાહી કરવામા આવી નથી તો આ બાબતે  આજુબાજુમા પ્રાથમિક શાળા અને આગણવાડી આવેલી હોવાથી વિદ્યાર્થીઓને આવવા જવાનો મુખ્ય માર્ગ હોવાથી ક્યારેક વિદ્યાર્થીઓ માટે ખતરો ઉભો થાય તો આ તમામ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેવુ ગામના સરપંચે જણાવ્યુ છે. સરકારી તંત્રને જાણ કરવા છતા પાણીની ટાંકીનો નીકાલ નહી કરતા અમે ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છીયે.

બાઈટ : રમેશભાઈ સોલંકી, સરપંચ સ્વામી, ચામલા ગામ 

 

  • આ પાણીની ટાંકીની આજુબાજુમા આગણવાડી અને પ્રાથમિક શાળા આવેલી હોવાથી ક્યારેક વિદ્યાર્થીઓ માટે આફતરૂપ ન બને તેના માટે સરકાર તાત્કાલિક તકેદારીના પગલા ભરે
  • ગામના સરપંચે આ બાબતે સરકારી તંત્રને લેખિત રજુઆત આપી હોવા છતા કોઈ કાર્યવાહી કરવામા આવી નથી
  • તો આ બાબતે પાણીની ટાંકીનો નીકાલ કરવા માટે અમારી ઉગ્ર રજુઆત છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here