Thursday, September 23, 2021
Homeદહેગામ શહેરમાં તારીખ 26 એપ્રિલ રાત્રિના 12 વાગ્યાથી 2 મે સુધી લોકડાઉન...
Array

દહેગામ શહેરમાં તારીખ 26 એપ્રિલ રાત્રિના 12 વાગ્યાથી 2 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું.

દહેગામ શહેરમાં 26 એપ્રિલથી 2 મે રાત્રે 12 વાગ્યા સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું.
દહેગામ શહેર 2 મે સુધી સદંતર બંધ રહેશે.
ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, વેપારી મહામંડળ અને કોર્પોરેટરોએ ભેગા મળીને લીધો નિર્ણય

દહેગામ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી જતાં શહેરમાં તારીખ 26 એપ્રિલ રાત્રિના ૧૨ વાગ્યાથી તારીખ 2 મે રાત્રિના ૧૨ વાગ્યા સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી રહી હોવાથી અમદાવાદ અને ગાંધીનગર દહેગામથી ખૂબ જ નજીક હોવાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કોરોના વધુ વકરે નહીં તેના માટે આજે પ્રજાના હિતમાં દહેગામ નગરપાલિકા ખાતે સભાખંડમાં એક બેઠક યોજવામાં આવી હતી.

ચીફ ઓફિસર રૂદ્રેશ્ રુદડ, નગરપાલિકા પ્રમુખ પીનાબેન શાહ, ઉપપ્રમુખ વેપારી મહામંડળના ઉપપ્રમુખ અમિતભાઈ તેમજ નગરપાલિકાના કારોબારી ચેરમેન પીન્ટુભાઇ અમીન, નગરપાલિકાના કોર્પોરેટર તેમજ શહેરના આગેવાનોની બેઠક માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે હાલમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં તારીખ 26 એપ્રિલના રાત્રે ૧૨ વાગ્યાથી તારીખ ૨ મે રાતે બાર વાગ્યા સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. નગરપાલિકાની આજની બેઠકમાં રજુઆતો થવા પામી હતી. દહેગામ શહેરના તમામ નાના-મોટા ધંધા, શાકભાજીની દુકાનો, શાકભાજીની લારીઓ, ફ્રૂટની લારીઓ બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવે અને ડેરીયો સવારે 6 થી 9 અને સાંજે 6 થી 9 ચાલુ રાખવામાં આવશે. દવાની દુકાનો 24 કલાક ચાલુ રહેશે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments