દહેગામ શહેરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૨૧૫ લાભાર્થીઓના મકાન સહાયનો લાભ મળ્યા ની બેઠક યોજાઈ

0
50

દહેગામ નગરપાલિકા હસ્તક પ્રધાનમંત્રી આવાસ યોજનાની દહેગામ શહેરમા ૨૧૫ જેટલા લાભાર્થીઓએ મકાન સહાયનો લાભ લીધો.

ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા હસ્તે આજે મ્યુનીશિપલ બોઈઝ શાળા ખાતે દહેગામ શહેરના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની એક બેઠક યોજાઈ હતી તેમા આજે શહેરના ૨૧૫ જેટલા લાભાર્થીઓએ બીએલસી ઘટક યોજના હેઠળ લાભાર્થીઓએ આજે લાભ લીધો હતો. તેમા આજ દીન સુધીમા દહેગામ નગરપાલિકા વિસ્તારમા કુલ ૭૦૦ જેટલા લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો તેમા કુલ રૂપીયાનો  ૨૪.૫૦૦.૦૦૦૦ નો સરકારે આ યોજના માટે દહેગામ નગરપાલિકા વિસ્તારોના લાભાર્થીઓને ફાળવવામા આવ્યા હતા. અને આજના આ પ્રસંગે મ્યુનીશિપલ હોલ ખાતે મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ પ્રસંગને અનુસરીને સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, નગરપાલિકા પ્રમુખ બીમલભાઈ અમીન, ચિફ ઓફીસર સતીષ પટેલ, અને મોડલ ઓફીસર હીરેન પટેલ અને નગરપાલિકા ઉપ પ્રમુખ ગીતાબેન રાઠોડ તેમજ નગરપાલિકાના કોર્પોરેટર પીંટુભાઈ અમીન અને કોર્પોરેટર રાકેશભાઈ રબારી અને ધરમેંદ્રસિંહ રાઠોડ જેવા આગેવાનો આ પ્રસંગને અનુરૂપ હાજર રહીને આવેલા તમામ લાભાર્થીઓને આ અંગેની વિસ્તુત માહિતી આપી હતી. આમ આજના આ પ્રસંગે લાભાર્થીઓમા પોતાનુ મકાન મળતા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી અને તમામ અધિકારીઓનો સાચા હ્રદયથી આભાર માન્યો હતો.

બાઈટ : હીરેન પટેલ, મોડલ ઓફીસર

  • આ કાર્યક્રમમા મોટી સંખ્યામા લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા અને આજે ૨૧૫ જેટલા લાભાર્થીઓને મકાન સહાયનો લાભ મળ્યો હતો
  • આમ દહેગામ નગરપાલિકા દ્વારા કુલ ૭૦૦ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મંજુર કર્યા તેમા કુલ રૂપીયા ૨૪.૫૦૦.૦૦૦૦ સરકારે આ લાભાર્થીઓ માટે ફાળવ્યા
  • લાભાર્થીઓને આજે આ લાભ મળતા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here