Monday, October 18, 2021
Homeદહેગામ : ટીકીટ મળતા કોંગ્રેસના ઉમેદવાર સંગીતાબેન ને મત વિસ્તારમાંથી મળી રહેલો...
Array

દહેગામ : ટીકીટ મળતા કોંગ્રેસના ઉમેદવાર સંગીતાબેન ને મત વિસ્તારમાંથી મળી રહેલો જબરજસ્ત આવકાર.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કોંગ્રેસના મહિલા પ્રમુખ એવા સંગીતાબેન ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષમાં રહીને ખુબજ પ્રસંશનીય સેવા આપી છે. અમરાભાઈના મુવાડા કોંગ્રેસ પક્ષ તરફથી તાલુકા સીટ ની માગણી કરતા તેમની સારી કામગીરીને અનુસરીને તાલુકાના સંગઠનના આગેવાનોએ તેમના ઉપર સંપૂર્ણ વિશ્વાશ પૂર્વક ટિકીટ આપતા આજે ઉમેદવાર અને તેમના ટેકેદારો તથા તેમના મત વિસ્તારના કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ ખુબજ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે સંગીતાબેન ને પોતાની રજૂઆત કરતા જણાવ્યું કે જે પાર્ટીએ મને વિશ્વાસપૂર્વક ટિકિટ આપી છે તેના માટે હું મારા મત વિસ્તારના દરેક સમાજના વડીલો યુવાનો અને મહિલાઓ સાથે રહીને મારા વિસ્તારમાં ફરીને તેમની નાની મોટી સમસ્યા ધ્યાનમાં રાખીશ.

મેં ફક્ત અને ફક્ત જનસેવાના કાર્યો માટે મારી ઉમેદવારી નોંધાવી છે

ગામનો વિકાસ એ જ મારો વિકાસ તે કહેવત મુજબ હું પ્રજાકીય પ્રશ્નોને વાચા આપીને અને તેમના સહકારથી પ્રગતિના સોપાન સર કરવા મારી રજૂઆત કરીશ કે વટવા થી અમરાભાઇ મુવાડા નો મુખ્ય માર્ગ ઘણા સમયથી બિસમાર છે તેને ફરીથી બનાવવા માટે માટે હું પ્રયત્ન કરીશ અને વાટલીયા વેરામાં ખરાબ રોડ સુધારીને ત્યા ઞરનારુ નંખાવી દઈશ.અને ભોઇ બડોદરા ગામ માં ગ્રામજનોની સમસ્યાઓનું સમાધાન કરીશ. આમ સર્વ સહકારથી અને સર્વ કાર્યકરના ટેકાથી હું સૌના સાથે ખભે ખભા મિલાવી હું જંગી બહુમતીથી જીતવા માટે કાર્યકર ભાઈઓને અને મારા મતદારોને કોટી કોટી વંદન કરું છું મારા મત વિસ્તારમાં હરી ફરીને સૌના સહકારથી જંગી બહુમતીથી જીતવા માટે સૌના સહકારની આશા રાખું છું.

જન સેવા એજ પ્રભુ સેવા એ જ મારું મુખ્ય સૂત્ર છે

અમરાભાઈના મુવાડા વટવા જીવાજી ની મુવાડી રબારી ની મુવાડી ભૂતેશ્વરી અને ભોઇ બડોદરા અને અમરાભાઈના મુવાડા ના સમગ્ર ગ્રામજનોના સહકારથી મારી ઉમેદવારી નોંધાવી છે

પ્રતિનિધિ :અગર સિંહ ચૌહાણ,CN24NEWS,હરસોલી દહેગામ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments