દહેગામ : યુવાન ને ગાય માર મારતા ગાંધીનગર સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત

0
30

દહેગામ શહેરમાં રખડતી ગાયોના ત્રાસથી જાહેર જનતા પરેશાન
દહેગામ ચાંચિયા વડ પાસે યુવાનને ગાયે મારતા સારવાર દરમિયાન તેનું મોત.
ગાયનો ત્રાસ નિવારવા માટે નગરપાલિકા તંત્ર જાગૃત બને તેવી લોકલાગણી પ્રબળ બની.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ગાયોનો ત્રાસ વધી જવા પામેલ છે. અવાર નવાર બાઈક ચાલકોની પાછળ ગાયો પડતી હોય છે અને બાળકો ઉપર આવેલો માલ સામાન પણ ગાયો ખાઈ જવાના અહેવાલો રોજિંદા બની ગયા છે.1 વર્ષ પહેલા દહેગામ શહેરમાં રહેતા પ્રજાપતિ મહિલાનું ગાયના મારવાથી મોત થવા પામ્યું હતું. દહેગામ ચાંચિયા વડ ચોકડી પાસે એક હાજર જગ્યામાં કેટલાક ઝુંપડ વાસીઓ રહે છે. તેમાંથી ગઈકાલે સાંજે પ્રકાશભાઈ લક્ષ્મણભાઈ ભરથરી ફરતા હતા તેવા સમયે એક સફેદ કલરની ગાયે ઓચિંતા આ યુવાન ઉપર હુમલો કરતા તેને બચાવવા માટે કેટલાક લોકો વચ્ચે પડ્યા હતા. પરંતુ આ વિફરેલી ઞાયે ઉપરાછાપરી બે-ત્રણ સિંગડા મારી દેતા આ યુવાન ગંભીર રીતે ઘવાતા પ્રથમ દહેગામ સરકારી દવાખાને અને ત્યારબાદ ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરતા સર્વ દરમિયાન આ યુવાનનું મોત થવા પામ્યું હતું.

બાઈટ : અજયભાઈ ભરથરી (દહેગામ)

 

દહેગામ શહેરમાં રખડતી ગાયોના ત્રાસ નિવારવા માટે નગરપાલિકા તંત્ર જાગૃત બને તેમજ પોલીસ તંત્ર પણ પોતાની જવાબદારી નિભાવે તો નિર્દોષ લોકો મોતના મુખમાં ન ધકેલાય નગરપાલિકા તંત્ર આ માટે તકેદારીના પગલાં લેવાની જરૂર વર્તાઈ રહી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર