Monday, September 20, 2021
Homeદહેગામ : નગરપાલિકા, મામલતદાર, અને તાલુકા પંચાયત કચેરીમાં કર્મચારીઓ પોતાના પરિવારની ચિંતા...
Array

દહેગામ : નગરપાલિકા, મામલતદાર, અને તાલુકા પંચાયત કચેરીમાં કર્મચારીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ફોર્મ વિતરણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓમાં તાલુકાની જનતા નો ઘસારો વધી જવા પામ્યો છે.તેવા સમયે નગરપાલિકા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે કોઈપણ કોવિડ ની તપાસ કર્યા સિવાય આ સરકારી કચેરીમાં જવા દેવામાં આવતા નથી તેના માટે મુખ્ય કચેરીના મુખ્ય ગેટ પાસે આરોગ્ય કર્મચારીઓ પોતાની સેવા નૈતિક રીતે બજાવી રહ્યા છે.
ત્યારે આરોગ્ય વિભાગ અનુજય પટેલ, મીનાક્ષી બેન વર્ષાબેન અને અન્ય આરોગ્ય કર્મચારીઓ પોતાની પ્રશંસનીય કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. હાલમાં આ સરકારી કચેરીમાં કોઈપણ પ્રકારની દવાઓ આ આરોગ્ય કર્મચારીઓ પાસેથી તાત્કાલિક મળી રહે છે.

છેલ્લા ઘણા સમયથી કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે પણ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ખુબજ પ્રશંસનીય કામગીરી કરી હતી.

હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ તેમના ટેબલ આગવા મુકવામાં આવી રહ્યા છે અને તમામ કામગીરી માટે ખડે પગે ઊભા રહીને કામગીરી કરતા નજરે પડી રહ્યા છે.

રિપોર્ટર: અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments