Tuesday, September 21, 2021
Homeદહેગામ તાલુકાના ઝાક ગામે ધામધુમથી ઉજવાયેલો ગુરૂપુર્ણીમાનો મહોત્સવ
Array

દહેગામ તાલુકાના ઝાક ગામે ધામધુમથી ઉજવાયેલો ગુરૂપુર્ણીમાનો મહોત્સવ

ઝાક વડવાળા રામજી મંદીરમા ગુરૂ પુર્ણીમા મહોત્સવની શાનદાર રીતે ઉજવણી કરવામા આવી તેમા શોભાયાત્રામા હજારોની સંખ્યામા શિષ્યોનુ માનવ મેળામણ ઉમટી પડ્યુ.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝાક ગામે આવેલ વડવાળા રામજી મંદીર ખાતે પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુરૂ પુર્ણીમા મહોત્સવનુ ધામધુમથી રબારી સમાજ દ્વારા આ પ્રસંગની ઉજવણી કરવામા આવી હતી. જેમા રબારી સમાજ દ્વારા ગુરૂશ્રી ગણેશદાસ મહારાજને હાથી ઉપર બેસાડી ઝાક ગામમા વાજતે ગાજતે વરઘોડો કાઢવામા આવ્યો હતો. તેમા દહેગામ, દસકોઈ, ગાંધીનગર, અમદાવાલ, કઠલાલ, કપડવંજ, તલોદ, પ્રાંતીજ, મોડાસા, બાયડ, ધનસુરા, કલોલ, દ્વારકા તાલુકાના રબારી સમાજના શિષ્યો મોટી સંખ્યામા ગુરૂ દર્શન કરવા તેમજ ગુરૂ પુજન કરવા માટે ઉમટી પડ્યા હતા.

 

 

તેમજ રાજકીય પક્ષોના આગેવાનો તેમજ તમામ સમાજના સેવકો પણ આ પ્રસંગમા મોટી હાજરી જોવા મળી હતી.  અને આ પ્રસંગે બારીયા ગામના  જગમાલભાઈ રબારી દ્વારા સારી સેવા આપવામા આવી હતી. અને ગુરૂશ્રી ગણેશદાસજી બાપુએ તમામ સેવકોને સુખ સંપતી પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. અને બેટી બચાઓ બેટી પઢાઓના સુત્રને અનુસરીને શીક્ષણ ફરજીયાત બાળકોને આપો તેવુ પ્રવચન પણ આપ્યુ હતુ. અને વ્યશન મુક્ત બનો તેવી રજુઆત કરી હતી. અને આ શોભાયાત્રામા ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ કરવામા આવ્યુ હતુ.આમ આજે આ પ્રસંગને અનુસરીને ગુરૂપુર્ણીમાના શુભ પર્વ નીમીતે ઝાક ગામે આવેલ વડવાળા રામજી મંદીરમા રબારી સમાજના ૨૫ હજારથી વધુ શિષ્યોની હાજરી શોભાયાત્રામા જોવા મળતી હતી. અને આ પ્રસંગને ખુબ જ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી.

બાઈટ : ગણેશદાસજી બાપુ, વડવાળા રામજી મંદીર, ઝાક

 

 

  • ઝાક ગામે ગુરૂપુર્ણીમાના શુભ પર્વ નીમીતે ગુરૂના દર્શન કરવા અને ગુરૂ પુજન માટે હજારોની સંખ્યામા રબારી સમાજના શિષ્યો ઉમટી પડ્યા હતા
  • ઝાક ગામે આ પર્વની દર વર્ષે ખુબ જ શાનદાર પુર્વક ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી
  • ગણેશદાસજી બાપુને હાથી ઉપર બેસાડી સમગ્ર ઝાક ગામમા ડીજે સાઉન્ડ સાથે વાજતે ગાજતે શિષ્યોએ શોભયાત્રા કાઢી હતી
  • આ શોભાયાત્રામા ૨૫ હજારથી વધુ શિષ્યોની હાજરી જોવા મળતી હતી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments