દહેગામ : 3000 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે દહેગામ સરકારી તંત્ર સજ્જ બન્યું

0
27

દહેગામ : 3000 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે દહેગામ સરકારી તંત્ર સજ્જ બન્યું

 

 

ગાંધીનગર: દહેગામ તાલુકાના પરપ્રાંતીય શ્રમિકો લોકડાઉન ના લીધે પોતાના વતનમાં જઈ શકતા ન હતા તેથી સરકાર તરફથી જાહેરાત થતા દહેગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહીને આજ દિન સુધી ત્રણ હજાર જેટલા પરપ્રાંતીય શ્રમીકોને પોતાના વતન જવા માટે સરકાર તરફથી બસની સુવિધા કરી આપવામાં આવતા આજે ૧૨ જેટલી બસો મુકી ને જુદા જુદા વિસ્તારમાંથી ૩૫૦ જેટલા શ્રમિકોને બસમાંથી સીધા તાલુકો રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા। તેમાં શ્રમિકોને બસમાં નાસ્તા ની સુવિધા પણ આપવામાં આવી હતી. આમ પરપ્રાંતીય શ્રમિકો પોતાના વતન જવા માટેની સગવડ મળતા મારે ખુશી વ્યાપી જવા પામી હતી.

 

 

દહેગામ તાલુકાના 3000 જેટલા શ્રમિકોને પોતાના વતન જ મોકલવા માટે સરકાર તરફથી સુવિધા આપવામાં આવી
દહેગામ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય કામ અન્ય કર્મચારીઓની પ્રસંશનીય કામગીરી 350 જેટલા પરપ્રાંતીય મજૂરોને ૧૨ જેટલી એસ.ટી બસો મુકી ને કાલુપુર રેલવે સ્ટેશન સુધી રવાના કરવામાં આવ્યા.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here