દહેગામ : રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ વાવાઝોડું સાથે વરસાદ વરસ્યો

0
8

દહેગામ તાલુકાના જીંડવા ગામે રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ વાવાઝોડું સાથે વરસાદ વરસ્યો. તેથિ ખેતરમાં ઓરડીના પતરા ઉડી જતા દિવાલ ધરાશાયી થતા ચાર વર્ષનો બાળક નીચે દટાઈ ગયો.

દાહોદ જિલ્લાના નતવા ગામનો એક પરિવાર જીંડવા ગામના જગદીશભાઈના ખેતરમાં મજૂરીકામને લીધે રહેતો હતો. કાલે રાત્રે અચાનક વરસાદ સાથે વાવાઝોડું આવતા, ઓરડીની દિવાલ ધરાશાયી થઇ, થતા તેની નીચે ચાર વરસનો બાળક દટાઈ ગયો. તરત જ બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયા અને આજે સવારે તેનું સારવાર દરમિયાન મોત થયું.

નટવા ગામના રમેશભાઈ ચંદાભાઇ નો ચાર વર્ષનો બાળક વાવાઝોડાથી દીવાલ ધસી પડતાં તેનું મોત થયુ.

દાહોદ તાલુકાના ખંગેલા ગામમા પણ વરસાદ વરસ્યો. તથા સમગ્ર જિલ્લામા વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWSદહેગામ

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here