દહેગામ : યુવાન પુત્રીની નજર સામે ગામના તળાવમાં કૂદી પડ્યો

0
5

દહેગામના સાંપા ગામે આવેલા તળાવમાં નજીકમાં આવેલા નવા પહાડીયા ગામનો એક શખ્સ કૂદી પડ્યો હતો. આ અંગે રખિયાલ પોલીસને જાણ કરતાં પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી દહેગામ પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ કરાવી હતી છતાં શખ્સનો પતો ન લાગતા સવારે પુનઃ શોધખોળ કામગીરી હાથ ધરાશે તેવુ જાણવા મળે છે.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાંપા ગામના તળાવમાં એક શખ્સ કૂદી પડ્યો હતો. શખ્સ જ્યારે કૂદકો મારી રહ્યો હતો તે સમયે નજીકમાં રહેતા કેટલા વ્યક્તિઓએ તેમજ તળાવમાં કૂદનારની પુત્રીએ જાેયો હતો. જેથી આ અંગેની જાણ રખિયાલ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને દહેગામ ફાયર વિભાગની ટીમની મદદથી શખ્સની શોધખોળ હાથ ધરી હતી છતાં મોડી સાંજ સુધી તેનો કોઈ પત્તો ન લાગતાં ગુરુવારે સવારે બહારથી તરવૈયાઓ બોલાવી શોધખોળ હાથ ધરવામાં આવનાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું

સાંપાાના તળાવમાં કૂદી જનાર શખ્સ નજીકના નવા પહાડીયા ગામના જશુજી ભીખાજી ઠાકોર (ઉ.વ.45) હોવાનું અને તે નજીકમાં આવેલ પહાડીયા ગામનો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું જોકે આ શખ્સ કેમ કૂદી પડ્યો તે અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here