દહેગામ નગરે શ્રી ચંદ્રપ્રભુ જીનાલાયે ધજારોહણ…

0
50
આનંદ રેસીડેન્સી માં પાલીતાણા  ગિરિવિહાર ટ્રસ્ટના માર્ગદર્શક પૂ. ગચ્છાધિપતિ આચાર્ય વિજય હેમપ્રભ સુરીશ્વરજી મહારાજા નૂતન ગચ્છાધિપતિ આચાર્ય વિજય વિજ્ઞાનપ્રભ સુરીશ્વરજી મહારાજાના સ્વહસ્તે પ્રતિષ્ઠિત દેવ વિમાન તુલ્ય શ્રી ચંદ્રપ્રભુ સ્વામી જિનાલય  ની વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
તા.૩૧ જાન્યુઆરી,૨૦૨૦ ના મહા સુદ ૬ ના મુનિરાજ વિદ્યોતકીર્તિ સાગરજી મહારાજ સાહેબ આદીઠાના ની શુભ નિશ્રા એ ઉર્મિલાબેન બીપીનચંદ્ર શાહ હસ્તે સોનલબેન જૈનિકભાઈ શાહ પરિવારે સત્તરભેદી પૂજા,વાજતે ગાજતે ધજાનો વરઘોડો, સકળ સંઘના ભાઈ બહેનો ની સાધર્મિક ભક્તિ, વિગેરે નો લાભ લીધો હતો. શુભ પ્રસંગે દહેગામ નગરના પાલિકા પ્રમુખશ્રી બિમલ ભાઈ અમીન, દહેગામ જૈન સંઘ પ્રમુખ શ્રી દિલીપભાઈ, કારોબારી સભ્યો,  સકળ સંઘના ભાઈ બહેનો અને આમંત્રિત મહેમાનો ખાસ પધાર્યા હતા. પૂ. ગુરુ મહારાજ સાહેબ ના પ્રવચન માં આગામી વર્ષની ધજા નો લાભ તેમજ 13 મહિના ના દેરાસર સાધારણ ખર્ચની ઉપજ માં ઉત્સાહ ભેર સકળ સંઘે લાભ લીધો હતો.
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here