દહેગામ : સરદાર શોપિંગ સેન્ટરમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુસરીને સ્ટાર પ્રચારક એવા પરશોત્તમભાઈ રૂપાલા સભા સંબોધી

0
35

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં સાંજે 9:00 વાગે ભાજપના સ્ટાર નેતા એવા પુરૂષોત્તમભાઈ રૂપાલા દહેગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુસરીને સભા સંબોધવા માટે આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના સ્થાનિક આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કરીને તેમને ગુલાબના હારથી તેમનું સન્માન કરવામાં આવ્યો હતો અને પુરષોતમ ભાઈ ‘તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ના નારા સાથે આ કાર્યક્રમનો શુભારંભ થવા પામ્યો હતો. 

સરદાર શોપિંગ સેન્ટરમાં કાર્યકરોની વિશાળ સંખ્યામાં જનમેદની જોવા મળી હતી. દહેગામ નગરપાલિકાની ૨૮ બેઠકો, તાલુકા પંચાયત સીટની ૨૮ બેઠકો અને જિલ્લા પંચાયતની સાત બેઠકો માટે શ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ વિસ્તૃત માહિતી આપીને સરકાર લક્ષી યોજનાઓની વિવિધ માહિતી આપીને વિસ્તૃત અહેવાલ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં દહેગામ તાલુકાના ભાજપના ધારાસભ્ય બલરાજસિહ ચૌહાણ, દહેગામ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બિમલભાઈ અમીન, દહેગામ શહેર અને તાલુકાના ભાજપ પ્રમુખ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ, apmc ચેરમેન સુમેરુભાઈ અમીર, દહેગામ નગરપાલિકાના પૂર્વ સદસ્યો તથા દેગામ તાલુકા અને શહેર ના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને દહેગામ શહેરના મહિલા કાર્યકરો તાજબેન તથા જશોદાબેન અને અન્ય મહિલાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા.

આ પ્રસંગને અનુરૂપ સરકાર જન ધન યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. સરકાર તરફથી જે યોજનાઓ બહાર પડે છે જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન અને ગરીબ વર્ગને સરકાર તરફથી મળતી લોનની વિસ્તૃત માહિતી આપીને જનતાએ સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ લેવા અંગે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું. સરકારનાં કામો માટે ગામડે-ગામડે વિકાસ યોજનાઓ માટે સરકાર કટિબદ્ધ છે અને દહેગામ તાલુકાના અને રોડ-રસ્તાઓ તેમજ કોઈપણ સમસ્યા માટે સરકાર હંમેશા તમારી સાથે છે તેવું તેમણે જણાવ્યું હતું. દહેગામ તાલુકામાં કોઈ પણ વિસ્તારમાં સરકારી કામો બાકી હોય તો જલ્દી તેનો નિકાલ કરવામાં આવશે અને હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વરરાજાની ગાડીમાં બેઠા હોય તો વરરાજાના ગાણા ગાવા માટે જણાવ્યું હતું. આમ આ કાર્યક્રમમાં મહિલાઓની સંખ્યા મોટી સંખ્યામાં જોવા મળી હતી.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, cn24newsદહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here