દહેગામ : પોલીસ સ્ટેશનમાં નવા આવેલા પી.આઇ એ પોલીસ સ્ટેશનની રોનક બદલી.

0
0

દહેગામ પોલીસ સ્ટેશનમાં નવા નિમણૂક પામેલા પી આઇ એ દહેગામ પોલીસ સ્ટેશનની રોનક બદલી.
પોલીસ સ્ટેશનની આગળ ચોમાસામાં પાણી ભરાતા તે પાણીના નિકાલ માટે પેવર બ્લોક નાખવાની શુભ શરૂઆત કરી. પોલીસ સ્ટેશનની અંદર જૂના વાહનો છુટા છવાયા પડ્યા હતા તે એકત્રિત કરીને જગ્યાને ચોખ્ખી કરવામાં આવી.
સ્વચ્છતા અભિયાનની સુંદર કામગીરી કરીને પી.આઇ. એ પોલીસ સ્ટેશનની શોભામાં વધારો કર્યો.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનનો છેલ્લા ઘણા સમયથી જુની ગાડીઓ બાઇકો પોલીસ ચોકીના કમ્પાઉન્ડમાં વેરણ સેરણ હાલતમાં જોવા મળતી હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં નવા આવેલા પી.આઈ. દ્વારા આ તમામ જૂની બાઇકો ગાડીયો યોગ્ય જગ્યાએ મૂકીને ગંદકી દૂર કરીને સ્વચ્છતા અભિયાનનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. તેમજ પોલીસ ચોકીની આજુબાજુમાં મોટા વૃક્ષો હતા તે નાના કરીને નડતરરૂપ ન થાય તેવું આયોજન કર્યું છે.

આ પોલીસ ચોકીમાં ઘણા વર્ષોથી મોટી સમસ્યા ચોમાસામાં હતી કે ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે પોલીસ ચોકીની આગળ જ મોટા સરોવરની જેમ પાણી ભરાતું હતું. તેના માટે પેવર બ્લોક નાખવાની કામગીરીની પણ શુભ શરૂઆત કરી દીધી છે. તેમજ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ગંદકી અને કચરો ન રહે તેના માટે પોતે ઉભા રહીને સ્વચ્છતા અભિયાનની કામગીરી કરતા દહેગામ પોલીસ સ્ટેશન ની આખી રોનક બદલી નાખી હોય તેવું દેખાઈ રહ્યું છે. તમામ પોલીસ સ્ટેશનના કર્મીઓના સહયોગથી અને તમામ સાથે ખભે ખભા મિલાવીને આવી કામગીરી કરતા દહેગામ પોલીસ સ્ટેશન પ્રથમ પી.આઈ જયદીપ સિંહ રાઠોડ દહેગામ ને મળતા તાલુકાની જનતામાં ખુશી જોવા મળી રહે છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here