દહેગામ : કમોસમી વરસાદ : વરસાદના ઝાપટા : ખેડુતોની ઉંઘ હરામ :

0
18

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા ખેડુતોએ ઘઉ, વરીયાર, એરંડા, જીરૂ, બકાટા જેવા પાકોનુ વાવેતર કર્યુ અને જ્યારે પણ ખેડુતો ખેતરોમા વાવણી કર્યા બાદ પાક જ્યારે તૈયાર થાય તેવા ઓચિંતો કમોસમી વરસાદ વિનલ બનીને તુટી પડતા તાલુકાના ખેડુતોની ઉંઘ હરામ કરી નાખે છે. ગઈકાલે રાત્રીના સમયે અચાનક વાતાવરણના પલટા સાથે કમોસમી વરસાદ ગાજવીઝ સાથે તુટી પડતા ખેડુતોના તૈયાર થયેલા પાકોમા પાણી ભરાઈ જવા પામ્યુ છે. અને દહેગામ શહેર કરતા તાલુકામા વધારે વરસાદ થતા ખેડુતોની ચિંતામા વધારો થવા પામ્યો છે. અને આજે પણ વાદળછાયા વાતાવરણ હોવાથી ઠંડીનુ પ્રમાણ વધી જવા પામ્યુ છે. તેથી તાલુકાની જનતાને આ શિયાળો માનવો કે ઉનાળો માનવો કે ચોમાસુ માનવુ તે સમજાતુ નથી. કારણ કે ઠંડી ગરમી અને વચ્ચે મેઘરાજાની પધરામણી થતા રોગચાળાનુ પ્રમાણ વધી જાય તેવુ દેખાઈ રહ્યુ છે.

 

  • દહેગામ શહેર કરતા તાલુકામા વધારે વરસાદ
  • ખેડુતોના તૈયાર થયેલા બટાકા અને અન્ય પાકોમા વરસાદ વિલન
  • કમોસમી વરસાદે ખેડુતોની ઉંઘ હરામ કરી

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here