દહેગામ : રાજસ્થાન ઈંગલીશ મીડીયમ સ્કુલના તળાવમાંથી લક્ષ્મીપુરા ના યુવક ની લાશ મળી આવી

0
68

દહેગામ તાલુકાના લક્ષ્મીપુરાનો યુવક ત્રણ દીવસથી અંબાજી જવાનુ કહીને ઘરેથી નીકળ્યો હતો આજે તેની લાશ રાજસ્થાન ઈંગલીશ મીડીયમ સ્કુલ પાસે આવેલા તળાવમાંથી મળી આવી.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા આવેલ લક્ષ્મીપુરા ગામે રહેતો એક પરણીત યુવક નામે કાળુસિંહ બદસિંહ ચૌહાણ ત્રણ દીવસ પહેલા ઘરેથી અંબાજી જવાનુ કહીને નીકળી ગયો હતો. ત્યારે આજે સવારે દહેગામ પાસે આવેલી રાજસ્થાન ઈંગલીશ મીડીયમ સ્કુલની પાસે આવેલા તળાવ પાસે ઘાસચારામાંથી આ યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે દહેગામ પોલીસ ઘટના સ્થળે જઈને તેની તપાસ કરતા અને તેની ઓળખવિધિ કરતા આ યુવાન લક્ષ્મીપુરા ગામનો વતની હોવાનુ બહાર આવ્યુ છે. અને આ યુવક ત્રણ દીવસથી અંબાજી જવાનુ કહીને નીકળી ગયો હતો. ત્યારે આ લાશને પોલીસે બહાર કાઢી દહેગામ ખાતે આવેલ સામુહીક આરોગ્ય કેંદ્ર ખાતે પીએમ માટે મોકલી આપવામા આવી છે. વધુ માહિતી પોલીસ તપાસમા બહાર આવશે.

  • આજે સવારે દહેગામ ખાતે આવેલ રાજસ્થાન ઈંગલીશ મીડીયમ સ્કુલના તળાવમાંથી તેની લાશ મળી આવી
  • પોલીસે ઘટના સ્થળે જઈને આ લાશની ઓળખવિધિ કરી તેની વાલી વારસને બોલાવ્યા હતા
  • અને આ લાશને દહેગામ ખાતે સામુહીક આરોગ્ય કેંદ્ર મા પીએમ માટે મોકલી આપવામા આવી છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here