દહેગામ : શાસ્ત્રીનગર સોસાયટીમા ચાર જેટલા તસ્કરોએ તડખડાટ મચાવી, ચોરી કરી ભાગવા જતા બે બાઈકો સાથે એક ચોર રંગે હાથે પકડાઈ ગયો

0
86

દહેગામ શાસ્ત્રીનગર સોસાયટીમા રાત્રીના ચાર વાગે તસ્કરોએ મચાવેલો તડખડાટ ચોરી કરવા આવેલા ચાર ઈસમો દરવજાનો નકુચો તોડીને ઘરમા પ્રવેશી ૯૮ હજાર અને સોના ચાંદીના દાગીના સાથે બાઈક લઈને ભાગવા જતા ઘર માલીક જાગી જતા બાથમબાથ આવી જઈ એક ચોરને મહામુસીબતે પકડી પાડી બીજા ચોરો બે બાઈકો મુકીને જીવ લઈને ભાગ્યા.

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા કાયદો અને વ્યવસ્થા દીન પ્રતિદીન કથડી રહી છે. પોલીસની નીષ્ક્રીય કામગીરી આજે બહાર આવવા પામી છે. અને દહેગામ શહેરમા ચોરીના બનાવો દીન પ્રતિદીન વધી જવા પામ્યા છે તેમ છતા પોલીસતંત્ર દ્વારા શહેરીજનો માટે પુરતી સલામતી ન હોય તેવુ લોકોમા ચર્ચાઈ રહ્યુ છે. કારણ કે અવારનવાર વધતા ચોરીના બનાવોમા પોલીસની કામગીરી સામે લોકોમા ભારે આક્રોષ વ્યાપી જવા પામ્યો છે.

 

મળતી માહિતી મુજબ દહેગામ શહેરમા આવેલ શાસ્ત્રીનગર સોસાયટીમા રહેતા રવીભાઈ ફુશાભાઈ રાઠોડે અમારા પ્રતિનિધિને રૂબરૂ મુલાકાત આપીને જણાવ્યુ છે કે હુ મારા રહેઠાણમા મકાન નંબર ૨૬ મા સુતો હતો ત્યારે મારો પુત્ર પ્રકાશકુમાર બીજા માળે સુતો હતો અને રાત્રીના ૩:૩૦ વાગે શૌચાલય જવા માટે નીચે ઉતરતા મને ઉઠાડવા માટે દરવાજો ખખડાવ્યો પરંતુ હુ થોડા સમય બાદ દરવાજો ખોલીને બહારની સાઈડે જતા કોઈકને બોલવાનો અવાજ આવતા હુ ત્યા ગયો તો ચાર વ્યક્તિઓ મને પકડી પાડ્યો અને મને મારી નાખવાની ધમકી આપી અને તેવા સમયે મારા પુત્ર પ્રકાશને અવાજ આવતા તે વરંઢો કુદીને બહાર જતા ચાર ઈસમો બાઈકો લઈને ભાગવા જતા મારા પુત્રએ આ ચાર ઈસમોને પકડવા જતા તેમા ભારે ઝપાઝપી થતા રાત્રે વરસાદમા આ ચોરનુ બાઈક સ્લીપ ખાઈ જતા આ ચોર ગંભીર રીતે ઘવાયો હતો.

 

અને એક અન્ય ચોરને પ્રકાશે પકડી રાખ્યો હતો. ત્યારે આ ત્રણ ચોર પ્રકાશને મારવા માટે તુટી પડ્યા તેવા સમયે સોસાયટીના લોકો જાગી જતા બે બાઈકો મુકીને ત્રણ ચોરો ભાગી ગયા અને એક ચોર પકડાઈ જવા પામ્યો હતો. આમ ઘરની અંદર તપાસ કરતા અમારા ઘરની તીજોરીમાંથી ૯૮ હજાર રોકડ રકમ અને બીજા રૂમમાંથી સોના ચાંદીના ઘરેણા લઈને આ તસ્કરો પલાયન થઈ જવા પામ્યા હતા. આ બાબતે રવીભાઈ ફુશાભાઈ રાઠોડે દહેગામ પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવી છે પરંતુ દહેગામ શહેરમા ચોરીના બનાવો દીન પ્રતિદીન વધી જવા પામ્યા છે. પોલીસની કામગીરી સામે શહેરની જનતામા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. શહેરની જનતાની સલામતીનો મોટો પ્રશ્ન લોકોની ચર્ચામા વધી જવા પામ્યો છે.

બાઈટ : રવીભાઈ ફુશાભાઈ રાઠોડ, મકાન માલીક, દહેગામ

 

  • રાત્રીના ૩:૩૦ વાગ્યાના સમયે બંગલા નંબર ૨૬ મા દરવાજાનો નકુચો તોડીને ઘરમા પ્રવેશી રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી
  • રાત્રીના સમયે મકાન માલીકનો પુત્ર પ્રકાશ શૌચાલય કરવા માટે નીચે આવતા તેના પપ્પાનો દરવાજો ખખડાવતા પપ્પા બહાર આવતા પાછળની સાઈડે અવાજ આવતા ત્યા જતા ચાર ઈસમોને એમને ઘેરી લીધા
  • પપ્પા જલદી નહી આવતા ઘર આગળ કઈક અવાજ થતા પ્રકાશ દીવાલ કુદીને પાછળ જતા ચાર ઈસમો પપ્પા સામે ઝઘડતા જોતા હુ આ લોકોને બાથે પડી ગયો
  • આ ચાર ચોરો અને હુ સામ સામે ઝપાઝપી કરતા એક બાઈક લઈને ચોર ભાગવા જતા તેને પકડવા જતા ચોરનુ બાઈક સ્લીપ ખાઈ જતા આ ચોર વરસાદમા નીચે પડતા તે ગંભીર રીતે ઘવાયો હતો અને આ બનાવમા બુમરાણ થતા સ્થાનિક રહીશો જાગી જતા ચોરો બે બાઈકો મુકીને ભાગી ગયા
  • આ બે બાઈકો પોલીસે કબજે લીધી છે
  • દહેગામ શહેરમા વધતી જતી ચોરીના બનાવમા પોલીસની કામગીરી સામે લોકોમા વ્યાપેલો ભારે આક્રોષ

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here