દહેગામ : શ્રીજી હોસ્પિટલ ની બેદરકારી : દાખલ કરેલા કોરોનાના દર્દીનું મોત થતાં હોસ્પિટલને ૧૪ દિવસ માટે સીલ કરી દેવામાં આવી.

0
0

ગાંધીનગર જિલ્લાના દહેગામ મોડાસા રોડ ઉપર આવેલી શ્રીજી હોસ્પિટલ ના તબીબીની વધી રહેલી બેદરકારી આવી સામે તંત્રની મંજૂરી વિના કોરોનાના બે દર્દીઓને દાખલ કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. તેમાંથી એક ઓઢવના દર્દીનું મોત થવા પામ્યું હતું અને આ હોસ્પિટલમાં અગાઉ પણ કેટલાક દર્દીઓને સારવાર અંગે મુખ્ય તબીબી બેદરકારી સામે આવી હતી.

આ શ્રીજી હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં સપડાતી રહી છે થોડા દિવસ પહેલા એક પ્રસૂતાને આજ હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી મોત થવા પામ્યું હતું. તેવા પરિવારના આક્ષેપો થવા પામ્યા હતા. તેથી સરકારી તંત્ર હરકતમાં આવતાં આરોગ્ય વિભાગે ગઇકાલે મોડી રાત્રે બે દર્દીઓને અન્યત્ર ખસેડીને હોસ્પિટલ ને ૧૪ દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે. અને હોસ્પિટલના તબીબી ડોક્ટર વિશાલ ચતુર્વેદી અને સમગ્ર સ્ટાફ મળી પાંચ વ્યક્તિઓને home corentin કરવામાં આવેલ છે. તંત્રના નિયમોનું પાલન નહીં કરવા બદલ નિયમો નેવે મુકનારી હોસ્પિટલના સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવાની પણ માંગ થવા પામી છે આમ ગેરકાયદેસર કોરોના દર્દીના મામલે જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવીને આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

રિપોર્ટર : અગર સિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર