દહેગામ : તલોદ તાલુકા ના ભાટીયા ગામે વીજળી પડતા યુવક નું મોત

0
111

તલોદ તાલુકાના ભાટીયા ગામે મામા ઘરે રહીને પરીવાર સાથે મજુરી કરીને જીવન નિર્વાહ ચલાવતા  સુરેશ ઉપર રાત્રીના સમયે અચાનક વીજળી પડતા તેનુ થયેલુ કરૂણ મોત.

તલોદ તાલુકાના ભાટીયા ગામે રાત્રીના સમયે વીજ કડાકા સાથે ભારે વરસાદ તુટી પડતા મજરા રોડ ઉપર આવેલ ભાટીયા ગામના ખેતરોમા રાત્રીના સાડા નવ વાગે વીજળી પડતા એક વ્યક્તિનુ મોત થવા પામ્યુ છે આ બનાવની વિગત એવી છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના મેઘરજના મુવાડા ગામના રહીશ સુરેશસિંહ બાબુસિંહ સોલંકી ઉમર ૩૨ વર્ષ અને તે તલોદ તાલુકાના ભાટીયા ગામે મામાના ઘરે રોજી રોટી મેળવવા માટે પરીવાર સાથે ત્યા રહેતો હતો. ત્યારે રાત્રીના સમયે અચાનક ધોધમાર વરસાદ તુટી પડતા અને વીજળીના કડાકા થતા હતા ત્યારે આ ભાઈ છાપરાની બહાર નીકળતા અચાનક વીજળી પડતા તે શરીરે દાઝી જવા પામ્યો હતો. અને પલવારમા તો તેનુ ઘટના સ્થળે મોત થવા પામ્યુ હતુ. આ સુરેશને બે વર્ષનો પુત્ર અને તેના પત્ની આ બનાવ બનતા ભારે શોકમા ડુબી ગયા છે તો આ બનાવ કુદરતી બનતા સરકારે આ મરનાર વ્યક્તિના પરીવારને સરકારી લાભ મળે તેવી તેના પરીવારની ઉગ્ર માંગ ઉભી થવા પામી છે.

  • મરનાર વ્યક્તિ દહેગામ તાલુકાના મેઘરાજના મુવાડાનો વતની હોવાની માહિતી સાંપડી છે
  • આ વ્યક્તિ પોતાનુ જીવન નિર્વાહ ચલાવવા માટે મામાના ઘરે પરીવાર સાથે રહેતો હતો
  • ત્યારે રાત્રીના સાડા નવ વાગ્યાની આસપાસમા આ વ્યક્તિ છાપરાની બહાર નીકળતા અચાનક તેના ઉપર વીજળી પડતા તે શરીરે દાઝી જતા તેનુ ઘટના સ્થળે મોત થવા પામ્યુ હતુ

 રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ- હરસોલી / દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here