દહેગામ : તાલુકા અને શહેરમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા

0
12

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શહેરમાં ચાર વાગ્યે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટા જોરદાર પડતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. તેમજ ચાલુ વરસાદમાં લોકો વર્ષાથી ભીંજાતા નજરે જોવા પડી રહ્યા છે. તાલુકાના કેટલા રસ્તા ઉપર છુટા છવાયા વૃક્ષો ધરાશાયી થવા પામ્યા છે અને પવનના સૂસવાટા પરથી કેટલાક ગામડાઓમાં પતરા પણ ઉડી જવા પામ્યા છે. હાલમાં અંધારપટ છવાયેલો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here