દહેગામ : વાસણારાઠોડ ગામે 2 બાઈકો સામ-સામે ટકરાતા બંને બાઈક સવારોના મોત.

0
119

વાસણા રાઠોડ ગામ ૭મી માર્ચના રોજ બે બાઈકો સામસામે ટકરાતા 2 વ્યક્તિના મોત
એક વ્યક્તિનું 7મી માર્ચે જ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થવા પામ્યું હતું.
બીજા વ્યક્તિનું ગઈકાલે અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે.
હરસોલી ગામમાં બંને યુવાનોના મોતથી ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણ રાઠોડ ગામે ૭મી માર્ચના રોજ સવારે ૧૦ વાગ્યાના સમયે બે બાઈકો સામ-સામે ટકરાયા હતા તેમાં હરસોલી જીવાજીની મુવાડી ગામના વદનસિંહ શિવસિંહ ચૌહાણ અને હરસોલીના અલ્પેશ લક્ષ્મણસિંહ ચૌહાણ આ બંનેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. ત્યારે વદનસિંહને પ્રથમ દહેગામ પ્રાઇવેટ દવાખાને દાખલ કરેલ હતા પરંતુ હાલત ગંભીર તથા તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. અને બીજા અલ્પેશ ચૌહાણ ને ગાંધીનગર થી અમદાવાદ સીવીલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. સાંજે વદનસિંહ નું અમદાવાદ સિવિલ ખાતે સારવાર દરમિયાન એ જ દિવસે મોત થવા પામ્યું હતું. જ્યારે હરસોલીના અલ્પેશ ચૌહાણનું ગઈકાલે સિવિલ હોસ્પિટલ ખાતે મોત થતાં સમગ્ર ગામમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બંને યુવાનો મૂળ હરસોલી ગામના વતની હોવાથી તેમના પરિવારમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, હરસોલી, દહેગામ, ગાંધીનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here