ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા ચોમાસાનો પ્રથમ વરસાદ એક ઈંચ જેટલો પડતા ખેડુતોએ ખુશીના માહોલમા ખેતરોમા વાવેતર કરી દીધા તેનો આજે એક માસ જેટલો સમય થયો તેમ છતા મેઘરાજાની મહેર નહી થતા ખેડુતોએ ખેતરમા જે વાવેતર કર્યુ છે તે લીલા છોડવા સુકાવા લાગતા જગતનો તાત ખેતરમા જઈને આકાશ સામે મીટ માડી રહ્યો છે. કારણ કે આટલી મોઘવારીમા ખાતર, બીયારણ અને દવાઓ સાથે ખેડુતોએ ભારે ખર્ચા કર્યા છે. ત્યારે આટલા ખર્ચા કરવા છતા જ્યારે વરસાદ હાથતાડી આપતા ખેડુતોએ કરેલો તમામ ખર્ચ માથે પડતા જગતનો તાત ભારે ચિંતામા ઘરકાવ થઈ જવા પામ્યો છે. આ વર્ષે ચોમાસામા વહેલો વરસાદ આવતા ખેડુતોએ ખુબ જ આનંદ અને ઉલ્લાસ પુર્વક ખુશી વ્યાપી જવા પામી હતી. પરંતુ ખેડુતોની ખુશી અત્યારે ના ખુશીમા પરીણમી છે. અને હાલમા બાફ અને ઉકરાટ અને ગરમીથી લોકો ત્રાસી જવા પામ્યા છે. પરંતુ વરસાદ ડોકીયુ કરવા પણ તૈયાર નથી. અને હાલમા વાતાવરણમા વરસાદના કોઈ ચીન્હો નહી દેખાતા ધરતીપુત્રમા ભારે ચિંતા વ્યાપી જવા પામી છે. અને દહેગામ તાલુકામા હાલમા વરસાદની ખાસ જરૂર હોવા છતા વરસાદ નહી આવતા ખેડુતોમા ભારે નીરાશા વ્યાપી જવા પામી છે.
- ચોમાસાનો પ્રથમ વરસાદ એક મહીના પહેલા પડ્યો હતો અને ખેડુતોએ વાવેલા વાવેતર સુકાતા ધરતીપુત્રોમા ચિંતા
- ખેડુતોએ હરખની હેલીમા ખાતરો, બીયારણો અને દવાઓ પાછળ ખર્ચાઓ કરતા વરસાદે હાથતાળી આપતા ખેડુતોના ખર્ચા માથે પડે તેવો ભય સેવાઈ રહ્યો છે
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર