Friday, March 29, 2024
Homeદાહોદ : રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના નિર્દેશક અને કાર્યાલય અધ્યક્ષ જિલ્લાની મુલાકાતે
Array

દાહોદ : રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના નિર્દેશક અને કાર્યાલય અધ્યક્ષ જિલ્લાની મુલાકાતે

- Advertisement -

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની મુલાકાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના નિર્દેશક ડો. લલિત લટ્ટા અને કાર્યાલય અધ્યક્ષ સતીષકુમાર શર્મા આવ્યા છે. આજે તેમણે દાહોદના ખરેડી ગામની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત ખરેડી ગામની પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો સાથે બેઠક યોજી આયોગની કામગીરી વિશે જણાવી, ગ્રામજનોના પ્રશ્નો જાણ્યા હતા.

આયોગના નિર્દેશક ડો. લલિત લટ્ટાએ વિદ્યાર્થીઓને આયોગની કામગીરી વિશે માહિતી આપી હતી

એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આયોગના નિર્દેશક ડો. લલિત લટ્ટાએ વિદ્યાર્થીઓને આયોગની કામગીરી વિશે માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓના શિસ્ત અને સંસ્કારની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં બાળપણથી જ શિસ્ત અને સંસ્કારના સિંચનથી તેમનામાં સાચા ગુણોનો વિકાસ થાય છે અને જીવનમાં ઇચ્છિત લક્ષની પ્રાપ્તિ થાય છે. તેમનો વિદ્યાર્થીઓ સાથેનો સંવાદ સંતોષકારક રહ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નો પૂછી તેના ઉત્તરો મેળવ્યા હતા.

અધ્યક્ષ સતીષકુમાર શર્માએ વિદ્યાર્થીઓને આયોગની કામગીરી વિશે વિગતવાર માહિતી આપી

આયોગના કાર્યાલય અધ્યક્ષ સતીષકુમાર શર્માએ વિદ્યાર્થીઓને આયોગની કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આયોગનું મુખ્ય કાર્યાલય દિલ્હી અને ક્ષેત્રીય કાર્યાલય જયપુર ખાતે છે. તમને આપવામાં આવેલા પેમ્ફલેટમાં આયોગ વિશે વિગતવાર માહિતી છે. તેમાં આપવામાં આવેલા આયોગની મુખ્ય ઓફિસ, ક્ષેત્રીય ઓફિસ તેમજ સદસ્યોના ફોન નંબર આપવામાં આવ્યા છે. તમને કોઇ પણ પરેશાની હોય તો આ નંબર પર સંપર્ક કરી શકાશે.

આદિવાસીઓની કોઇ પણ સમસ્યા માટે આયોગનો સંપર્ક કરવા જણાવ્યું ત્યાર બાદ ખરેડી ગામની પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો સાથે આયોગના સભ્યોએ ગ્રામસભા યોજી આદિવાસીઓના હકોના રક્ષણ બાબતે આયોગની ભૂમિકા વિશે સમજ આપી હતી. અને આયોગની કામગીરી વિશે માહિતી આપી હતી. ઉપરાંત ગ્રામજનોની સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. તેમના વિવિધ પ્રશ્નો વિશે જાણકારી મેળવી હતી. આદિવાસીઓ પ્રત્યેના અત્યાચાર, શોષણ કે તેમના બંધારણીય હકોનું ઉલ્લધંન થતુ હોય તેવી બાબતો વિશે આયોગે માહિતી મેળવી હતી. આદિવાસીઓની કોઇ પણ સમસ્યા માટે આયોગનો સંપર્ક કરવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર બી.ડી. નિનામા, આસ્ટીસ્ટન્ટ કમિશનર (ટીએએસપી) વિશ્વજીતસિંહ ગોહિલ, તકેદારી અધિકારી નિતિશકુમાર, તેમજ શાળા ખાતે આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામસભા ખાતે સરપંચ રાજુ, ઉપસરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular