Friday, September 17, 2021
Homeદાહોદ : ચોરના હુમલા બાદ પણ મકાન માલિકે તસ્કરને ઝડપી પાડ્યો
Array

દાહોદ : ચોરના હુમલા બાદ પણ મકાન માલિકે તસ્કરને ઝડપી પાડ્યો

દાહોદ તાલુકાના કતવારા ગામનો ચકચારી બનવા સામે આવ્યો છે. જેમાં રાત્રીના સમયે ત્રણ ચોર ચોરી કરવાના ઈરાદે એક મકાનમાં બાકોરૂં પાડી ઘુસ્યાં હતાં . આ દરમ્યાન ઘરધણી જાગી જતાં બે ચોર ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયાં હતાં. જ્યારે ત્રણ પૈકી એક ચોરનો પીછો કરતાં ચોરે ઘરધણીને લોખંડની ટોમી માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી પરંતુ ઘરધણીએ ચોરનો પ્રતિકાર કરી તેને ઝડપી પાડ્યો હતો અને ગ્રામજનો દ્વારા ઝડપાયેલ ચોરને પોલીસને હવાલે કરતાં આ સમગ્ર બનાવના સમાચાર તાલુકા સહિત જિલ્લામાં વાયુવેગ ફેલાતાં ચોરના રાત્રી આતંકને પગલે જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

ગતરોજ મોડી રાત્રીના ત્રણેક વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના કતવારા ગામે ધરમપુરી ફળિયામાં રહેતાં કાંતિભાઈ ભાભોર તથા તેમના પરિવારજનો ઘરમાં મીઠી નિંદર માણી રહ્યાં હતાં. આ દરમ્યાન ત્રણ જેટલા ચોર ઈસમોએ કાંતિભાઈના મકાનમાં બાકોરૂં પાડી ચોરી કરવાના ઈરાદે ઘુસ્યાં હતાં. ચોર દ્વારા કાંતિભાઈના મકાનમાંથી ચાંદીના દાગીના અંદાજે 70 હજાર જેટલી કિંમતના દાગીના ચોરી કરી ફરાર થવાની ફિરાકમાં હતાં. તેવા સમયે કાંતિભાઈ જાગી ગયાં હતાં અને ચોરોનો પ્રતિકાર કરતાં ચોરો નાસવા લાગ્યાં હતાં.

આ દરમ્યાન બે ચોરો ચાંદીના દાગીના લઈ અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયાં હતાં જ્યારે એક ચોરનો કાંતિભાઈએ પ્રતિકાર કરી પીછો કરતાં ચોરે કાંતિભાઈના માથામાં લોખંડની ટોમી જેવો હથિયાર કાંતિભાઈના માથામાં મારી દેતાં કાંતિભાઈ લોહીલુહાણ થઈ ગયાં હતાં. પરંતુ ઈજાગ્રસ્ત હોવા છતાંય કાંતિભાઈએ હિંમત ન હારી ચોરનો પ્રતિકાર કરી ચોરને ઝડપી પાડ્યો હતો. આ ઘટનાની જાણે મોડી રાત્રે ગ્રામજનોમાં વાયુવેગે ફેલાતાં લોક ટોળા કાંતિભાઈના ઘર તરફ દોડી ગયાં હતાં અને ઝડપાયેલ ચોરને બાંધી દીધો હતો અને સવારે ઝડપાયેલ ચોરને કતવારા પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments