Thursday, April 18, 2024
Homeગુજરાત​​​​​​​દાહોદ : સામુહિક દુષ્કર્મની ઘટનામાં ફરિયાદના 48 કલાક વિતવા છતાં કોઇ કાર્યવાહી...

​​​​​​​દાહોદ : સામુહિક દુષ્કર્મની ઘટનામાં ફરિયાદના 48 કલાક વિતવા છતાં કોઇ કાર્યવાહી ન કરતાં અનેક સવાલ

- Advertisement -

દાહોદ શહેરમાં જ રહેતાં 15 ઈસમો સામે એક સગીરા ઉપર સામુહિક દુષ્કર્મ ગુજાર્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તેમજ 2 મહિલાઓ વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો છે. સગીર બાળા ઉપર દુષ્કર્મની ઘટનામાં આરોપીઓને સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પોલીસે તીજવીજ હાથ ધરી છે. આજે દાહોદ જિલ્લા પોલીસ વડાના જણાવ્યાં અનુસાર, આ કેસમાં જે કોઈની પણ સંડોવણી હશે તેઓને કોઈને છોડવામાં આવશે નહીં અને આ મામલે દાહોદ જિલ્લા પોલીસ સંપુર્ણપણે સક્રિય હોવાનું જણાવ્યું હતું. જોકે, તમામ આરોપીઓ દાહોદ શહેરના હોવા છતાં ફરિયાદ થયાના 48 કલાક વિતવા છતાં એકેય આરોપીને ન પકડતા પોલીસવી કામગીરી સામે અનેક સવાલે ઉભા થઇ રહ્યા છે.

દાહોદ જિલ્લા પોલીસ વડાના જણાવ્યાં અનુસાર, દાહોદ શહેર પોલીસ મથકમાં દાહોદ શેસન્સ કોર્ટના હુકમ મુજબ 376ની કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં બે મહિલાઓ સહિત 17 આરોપીઓ વિરૂદ્ધ વિવિધ કમલ મુજબ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટના આદેશ મુજબ તપાસ કરવામાં આવી રહી છે જેને અનુસંધાન આ ઘટનામાં મેડીકલ તપાસ, નિવેદનો લેવાની કામગીરી પણ ચાલુ છે.

પોલીસ વડાએ વધુમાં જણાવ્યુ કે, દાહોદ જિલ્લા પોલીસે ફરિયાદી પીડિતાનો સંપર્ક પણ કર્યો આવ્યો છે. સત્વરે દાહોદ આવી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તમામ જે આરોપીઓ છે જેમાં કોનો શું રોલ?, કોની શુ ભુમીકા? અને તેના વિરૂદ્ધમાં શું પુરાવા છે? તેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ દાહોદ જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.

આ પીડિતા શોષણ એક મહિના સુધી કરવામા આવ્યુ હોવાનો આક્ષેપ કરાયો છે. તેમજ તમામ આરોપીઓ દાહોદ શહેરના જ છે. તેમ છતા બે દિવસ બાદ પણ એકેય આરોપી પોલીસ પકડમા આવ્યો નથી. આ ગુનાના કોઈ મોટા માથાની સંડોવણી છે કે નહી તે પણ બહાર આવ્યુ નથી. કારણ કે એફ.આઈ.આરમાં કેટલાક નામ પુરા લખાયેલા નથી. ત્યારે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવી અતિ આવશ્યક લાગી રહ્યુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular