ઝાલોદથી જંબુસર જતી એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે. ઝાલોદના થાળા ડુંગરી ગામ નજીક એસટી બસને અકસ્માત નડ્યો હતો. એસ.ટી. બસ ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડની સાઈડના ખાડામા ખાબકી હતી. બસમા સવાર 25 પેસેન્જરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાની જાણ થતા લીમડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમજ ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજા મોડી રાતથી જ ધમાકેદાર બેંટીગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વલસાડ શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો પારડીમાં પણ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા અને ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.