Saturday, September 18, 2021
Homeગુજરાતદાહોદ : એસટી બસની ઓવરટેક કરતી સમયે એક બાઈકસવાર બસની નીચે ઘૂસ્યો

દાહોદ : એસટી બસની ઓવરટેક કરતી સમયે એક બાઈકસવાર બસની નીચે ઘૂસ્યો

દાહોદ શહેરમાં સોમવારે એસટી બસ અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. એસટી બસને રોંગસાઈડમાંથી ઓવરટેક કરતી સમયે બાઈક સવારયુવક બસની નીચે ઘૂસી ગયા બાદ પણ બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે યુવકનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના હાઈવે પરના સીસીટીવીમાં કેદ થઈ હતી.

રામ રાખે તેને કોણ ચાખે!

સામાન્ય લોકોના રૂંવાડા ઉભા કરી નાખનારી આ ઘટના સોમવારે દાહોદમાં ઘટી હતી. દાહોદ શહેરમાંથી પસાર થતાં હાઈવે પર સ્માર્ટ સીટીના બોર્ડ પાસે રોંગસાઈડમાંથી આવી એસટી બસને ઓવરટેક કરવા જતા એક બાઈક સવાર એસ.ટી.બસની આગળ આવી ગયો હતો. બસ સાથે બાઈકની ટક્કર થતા ચાલક બસની નીચે ઘૂસી ગયો હતો જ્યારે તેનું બાઈક અથડાઈને દૂર ફેંકાયું હતું. જો કે, ચાલક ગણતરીની સેકન્ડમાં જ બહાર આવતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અકસ્માતના પગલે સૌ કોઈના જીવ અદ્ધર થયા

જે રીતે અકસ્માત સર્જાયો હતો તેને જોતા એસટી બસના ચાલક અને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોના જીવ અદ્ધર થયા હતા. એસટી બસ ચાલક તો તેની સાઈડમાં જ આવી રહ્યો હતો. પરંતુ, સીસીટીવીમાં જોઈ શકાય છે કે, બાઈક સવાર રોંગસાઈડમાંથી આવી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાઈકને ટક્કર લાગ્યા બાદ તુરંત જ બસના ચાલકે બ્રેક મારી દેતા બસ નીચે ઘૂસી ગયેલા યુવકનો જીવ બચ્યો હતો.

ઘટનાની CCTV ટોક ઓફ ધી ટાઉન બન્યા

દાહોદમાં બનેલી અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય તેના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments