દાહોદ: દાહોદ જિલ્લાના રાબડાળ પાસે 4.40 હેક્ટર વિસ્તારમાં આરોગ્યવન વિકસાવવામાં આવી રહ્યું છે. આરોગ્યવનમાં 71 પ્રકારની કુલ 3,446 ઔષધિઓ રોપવામાં આવી છે. તમામ રોપા પાસે છોડનું નામ તથા તે કેવા પ્રકારની બીમારીમાં તે ઉપયોગી નીવડશે એ માહિતી દર્શાવવામાં આવી છે. તમામ છોડને ટપકસિંચાઈ પદ્ધતિથી પાણી આપવામાં આવે છે. સિંચાઈ માટે મુકાયેલી મોટર પણ સૂર્યઊર્જાથી સંચાલિત છે. ગુરુવારે દાહોદના કલેક્ટર વિજય ખરાડીએ 70મા વનમહોત્સવનો અહીંથી પ્રારંભ કરાવ્યો હતો. આરોગ્યવનને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓની સુવિધા માટે પગદંડી, બાંકડા, ઓબ્ઝર્વેશન ટાવર, વનકુટિર તથા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. આરોગ્યવન ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકાશે.
કઈ ઔષધિઓ અહીં મળશે?
71 જાતના રોપાઓમાં રૂખડો, નગોડ, મિંઢળ, કાચનાર, આમળો, રાયળ, પરપલીયા, આસીત્રો, બોરસલી, કાઠા ચેરીયુ, ચણોઠી, ફાયકસ, સાગ, હરડે, અંજન, ભુટાકો, કોદાડો, ખડસીગ, પાટલા વગેરે જેવી દુર્લભ ઔધષિય વનસ્પતિઓને ઉગાડવામાં આવી છે. આ ઔષધિય વનસ્પતિઓ અનેક રોગોમાં અકસીર ઇલાજ સમાન છે