હૈદરાબાદ : ડેરી પાર્લરના માલિકની કરતૂત કેમેરામાં કેદ, દૂધમાં ગંદું પાણી ભરી દીધું

0
0

હૈદરાબાદનો એક શૉકિંગ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો દૂધમાં થતી ભેળસેળનો છે. દબીરપુરા વિસ્તારમાં ડેરી પાર્લરનો માલિક ભેંસ દોહીને ત્યાં જ દૂધ પી રહ્યો છે. મોહમ્મદ સોહેલ નામનો શખ્સ ભેંસ દોહ્યા બાદ કોઈનું ધ્યાન ન પડે તેમ તેમાંથી દૂધ પી રહ્યો છે. દૂધ પીધા બાદ ગ્લાસમાં બચેલું એઠું દૂધ ફરી તે દૂધની ડોલમાં જ નાખી દે છે. ત્યારબાદ આ શખ્સ ઉભો થાય છે અને ભેંસોને પીવાના પાણીમાંથી ગ્લાસ ભરી દૂધની ડોલમાં ઠાલવી દે છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here